<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સુરેન્‍દ્રનગર જીલ્લાના ૨૦ એએસઆઇ પરિક્ષા પાસ કરીને પીએસઆઇ બન્‍યા

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧: રાજ્‍ય પોલીસ વિભાગ દ્વારા ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ગત ઓગસ્‍ટમાં મોડ-૩ની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ ગત નવેમ્‍બરમાં જાહેર થયા હતા. જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના ૨૦ ASI પરીક્ષા  પાસ કરીને PSI બન્‍યા છે. ત્‍યારે હાલ તેમાંથી ૪ કર્મીઓને અન્‍ય જિલ્લામાં PSI તરીકે પોસ્‍ટીંગ અપાયુ છે.  પરીક્ષા માટે રાજયભરમાંથી નોંધાયેલા ૧૩૫૦ પોલીસ કર્મીઓમાંથી ૧૩૦૮એ પરીક્ષા આપી હતી. જેમાં જિલ્લાના ૬૦ પરીક્ષાર્થીમાંથી ૨૦ એએસઆઈ પાસ થઈને પીએસઆઈ બન્‍યા છે. ત્‍યારે ગત તા. ૩૦મીએ મોડી સાંજે રાજય પોલીસ વિભાગ દ્વારા ૨૦૧ હથિયારધારી, ૩૯ બિન હથિયારધારી નવા પીએસઆઈને પોસ્‍ટીંગ આપ્‍યુ છે. જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના ૬ કર્મીનો સમાવેશ થાય છે. જિલ્લાના હરદેવસીંહ નરેન્‍દ્રસીંહ ઝાલા અને વિનુભાઈ મેણસીભાઈ ડેરને સુરત શહેર, માલાભાઈ મેરાભાઈ ગમારાને અમરેલી અને અમળતભાઈ રઘુભાઈ રબારીને વડોદરા શહેર, રામદેવસીંહ ઘનશ્‍યામસીંહ ઝાલાને દાહોદ, પુષ્‍પરાજ મુકેશભાઈ ધાધલને અમદાવાદમાં મુકાયા છે. બીજી તરફ સુરેન્‍દ્રનગર જિલ્લામાં બે PSIને પોસ્‍ટીંગ મળ્‍યા છે. જેમાં ખેડાના જયેશભાઈ એમ. પટેલ અને વડોદરા ગ્રામ્‍યના જયરાજભાઈ છગનભાઈ દેસાઈને સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોસ્‍ટીંગ અપાયુ છે.

(7:14 PM IST)