<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ઘાટવડ ગેંગના ભાવનગર બોટાદ જીલ્લાના ઘરફોડ ચોરીના ગુન્‍હામાં નાસતા ફરતો આરોપી ઝડપાયો

કોડીનાર તા. ૧: કોડીનાર પોલીસ સ્‍ટેશનનો ડોઝીયર વાળો ઇસમ હિતેષભાઇ દિલીપભાઇ ચૌહાણ રહે,ઘાટવડ ખોડીયાર માતાજીના મંદીર સામે  વાળો હાલ પોતાના રહેણાક મકાને હાજર છે અને મજકુર ઇસમને  ઉમરાળા પોલીસ સ્‍ટેશન તથા પાલીતાણા રૂરલ પોલીસ સ્‍ટેશન તથા તળાજા પોલીસ સ્‍ટેશન તથા  ગઢડા પોલીસ સ્‍ટેશનના ચોરીના ગુન્‍હામાં પકડવાનો બાકી છે જે ચોક્કસ  હકિકત આધારે મજકુર ઇસમની તપાસ કરતા હાજર મળી આવેલ હોય જેથી હિતેષભાઇ દિલીપભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે,ઘાટવડ રહે, પેઢલા ગામે તા.જેતપુર છેલ્લા એક વર્ષથી નાશતો ફરતો હતો.(૩૮.૪)

(1:01 PM IST)