<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

નવા વર્ષમા ગુજરાતમાં ૨૦ આઈએએસ અને ૭ આઇપીએસ અધિકારી નિવૃત્ત થશે

વર્ષ ૨૦૨૫ માં ગુજરાતમાં મોટાપાયે વહિવટી ફેરફાર થશે

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં હાલ ૨૨૭ આઈએએસ અધિકારીઓ કાર્યરત છે. તેમાં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ વાળા અધિકારી પણ સામેલ છે. વર્ષ ૨૦૨૫ માં ગુજરાતમાં મોટાપાયે વહિવટી ફેરફાર થશે. નવા વર્ષમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર સેવા નિવૃત થશે. તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. ચર્ચા થઈ રહી છે કે, સંભવત: રાજકુમારનો કાર્યકાળ વધારવામાં આવે. મુખ્ય સચિવની સાથે સાથે આ વર્ષે પાંચ વધારના મુખ્ય સચિવ (એસીએસ) મુખ્યમંત્રીના વધારાના મુખ્ય સચિવ પંકજ જોશી ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થશે, શિક્ષણ વિભાગની સૂનયના તોમર અને ઉદ્યોગ- ખાણ વિભાગના એસ.જે. હૈદર ડિસેમ્બરમાં નિવૃત્ત થશે, રાજ્યના આદિવાસી વિભાગના જેપી ગુપ્તા અને સામાન્ય વહીવટી વિભાગ (કાર્મિક) કમલકુમાર દાયકાની સપ્ટેમ્બરમાં સેવા નિવૃત્ત થશે. ગુજરાત ખેલ પ્રાધિકરણના આર.એસ નીનામા, ભાવનગર કલેકટર આર.કે મહેતા, રાજ્યપાલના મુખ્ય સચિવ એએમ શર્મા, ગાંધીનગરના ચીફ ટાઉન પ્લાનર ડીજે જાડેજા, મુખ્ય ચૂંટણી પંચ કાર્યાલયમા સંયુક્ત સીઈઓ એબી પટેલ, વીજે રાજપુત, બીકે પંડ્યા, એસપી ભગોરા, એનએસ દવે, ડીએમ સોલંકી, બીકે વસાવા, એએલ ડિડોડ, ડીકે બારીયા તથા સીએમ ત્રિવેદીનો સમાવેશ થાય છે.

    રાજ્યના પોલીસ વિભાગમાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ૭ આઈપીએસ અધિકારીઓ સેવા નિવૃત થશે. જેમાં વિવેક શ્રીવાસ્તવ (દિલ્હીમાં અગ્નિસમન સેવા, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના મહાન નિર્દેશક) આ વર્ષના જૂન મહિનામાં નિવૃત્ત થશે. આઇપીએસ મનોજ અગ્રવાલ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. ગુજરાત પોલીસ અકાદમીના પ્રિન્સીપલ અભય ચુડાસમા ઓક્ટોબરમાં નિવૃત થશે. અમદાવાદ રેન્જ આઈજી જેઆર મોથલિયા ફેબ્રુઆરીમાં  નિવૃત્ત થશે. વડોદરા આમ્ડ યુનિટના આઈજી ડીએચ પરમાર જૂનમાં નિવૃત થશે અને સુરતના સંયુક્ત પોલીસ આયુક્ત ટ્રાફિક એચ આર ચૌધરી જાન્યુઆરીમાં નિવૃત થશે.

(12:24 PM IST)