<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

હવે ઇન્‍જેક્‍શન દ્વારા નશોઃ અમદાવાદમાં નવતર ષડયંત્રનો પર્દાફાશ

દેશના યુવા ધનને નશાની ગર્તામાં ધકેલવા હવે ગુજરાતમાં નવા પ્રયોગની ઇનપુટ મળતા જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ચોકી ઉઠ્‍યા અને તુરંત સેકટર વડા જયપાલસિંહ રાઠોડ સાથે ચર્ચા કરી ટીમો કામે લગાડી દીધી : DCP રવિ સનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ બી.એસ જાડેજા ટીમની જહેમત ફળીઃ પોલીસ કમિશનર દ્વારા અભિનંદન

રાજકોટ, તા. ૦૧: બીએસએફ બેંક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનરને સેન્‍ટ્રલની વિવિધ એજન્‍સીઓ, આર્મી ઇન્‍ટેલિજન્‍સ સાથેના સંપર્ક અંતર્ગત દેશ વિરોધી પ્રવળત્તિઓ અંગેની ઇનપુટ મળતી રહે છે, યુવા ધનને નશાની ગર્તામાં ધકેલવા માટે ડ્રગ્‍સ સહિતના પદાર્થો ગુજરાતમાં હવે શીરપ માફક ટેબ્‍લેટ અને છેલ્લે ઇન્‍જેક્‍શન રૂપે આવી રહ્યાંની માહિતી અંતર્ગત આ આશંકા ગંભીરતાથી લેવા સાથે સેકટર વડા જયપાલસિહ રાઠોડ સાથે ચર્ચા કરી ડીસીપી રવિ સેનીના માર્ગદર્શન હેઠળ આ મહત્‍વની કાર્યવાહી અને પગેરું શોધી કાઢવાની જવાબદારી એસીપી પ્રદીપસિહ જાડેજા ટીમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે.

ચેકીંગ દરમિયાન પોલીસ ટીમને માહિતી મળેલ કે, ચંડોળા વિસ્‍તારમાં સોહિલ શેખ નામનો ઈસમ બાળકોને તથા નશો કરતા ઈસમોને નશા માટે ઇન્‍જેક્‍શનો વહેંચે છે, જે મળેલ માહિતી આધારે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્‍થાનિક ઈસનપુર પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્‍ટાફના પીએસઆઇ આર.બી. તેલે તથા સ્‍ટાફના હે.કો. પ્રદીપભાઈ, એઝાઝ હુસેન, પો.કો. રોહિતસિંહ, માનસંગ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા ખાસ ચેકીંગ દરમિયાન શાહ આલમ વિસ્‍તારમાં મોકલી, પોલીસ ટીમ વોચમાં રહેતા, નાના બાળકને ઇન્‍જેક્‍શન વહેંચતા આરોપી સોહેલ સલીમભાઈ શેખ ઉવ. ૨૨ રહે. કર્ણાવતીની ચાલી, અમ્‍મા મસ્‍જિદની સામે, શાહ આલમ, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરી, તેના કબ્‍જામાંથી એવિલ ઇન્‍જેક્‍શન ખ્‍રુશશ્ર શઁષફૂણૂદ્દશંઁ ની વાઇલ (બોટલ) નંગ ૫૬ તથા નિડલ સાથેની સિરીંજ ૪૪ કુલ કિંમત રૂ. ૬,૦૪૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સોહેલ સલીમભાઈ શેખ રહે. ઈસનપુર, અમદાવાદ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્‍ટેશનના પો.કો. એઝાઝહુસેન સાબિરહુસેન દ્વારા સરકાર તરફે ફરિયાદી થઈ, જુવેનાઇલ જસ્‍ટિસ એક્‍ટ કલમ ૭૭, ૭૮ તથા મેડિકલ પ્રેક્‍ટિશનર એક્‍ટ ની કલમ ૩૦ મુજબ ગુન્‍હો નોંધવામાં આવેલ છે.

(6:44 PM IST)