News of Wednesday, 1st January 2025
નવ વર્ષ પર મોહન ભાગવત ગુજરાતમાં
કાલે ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન પહોંચશે :સાંજે ધરમપુરમાં જ બરુમાલ ખાતે સદગુરુ ધામની મુલાકાત કરશે

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત પહેલી જાન્યુઆરીની રાત્રે સુરત આવશે. તા.૨ જાન્યુઆરીએ સવારે ૯ વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન પહોંચશે. અહીં બપોરના ૧ વાગ્યા સુધી રહેશે. ત્યાર પછી સાંજે ૪થી૫ સુધી તેઓ ધરમપુરમાં જ બરુમાલ ખાતે સદગુરુ ધામની મુલાકાત કરશે. સાંજે તેઓ સંઘ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને એજ રાત્રે પ્રસ્થાન કરી જશે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
