<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આયુષ્માન ભારત યોજનામાં કર્ણાટક, તમિલનાડુ મોખરે ગુજરાત પણ ટોચના સ્થાને:આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં કર્ણાટકે ૧,૧૨,૧૭,૦૯૦ દાખલાઓ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે પછી તમિલનાડુ (૧,૧૦,૯૫,૯૫૧) અને આંધ્રપ્રદેશ (૭૯,૧૫,૨૫૦)નો ક્રમ આવે છે. ગુજરાત પણ આ યાદીમાં ૬૫,૦૫,૬૧૬ દાખલાઓ સાથે સાતમા સ્થાને છે, જે રાજ્યમાં આરોગ્ય સેવાઓની મજબૂત વ્યવસ્થા દર્શાવે છે. ઉત્તર પ્રદેશ (૬૦,૧૩,૮૭૦) અને મહારાષ્ટ્ર (૨૮,૨૧,૬૧૮) જેવા મોટા રાજ્યો પણ આ યાદીમાં સામેલ છે. આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 11:04 PM IST

રેડી...ગેટ...સેટ...ગોઃ કાલથી ભાગવત સપ્‍તાહનો ભવ્‍ય - જાજરમાન પ્રારંભ : અંતે ધન્‍ય ઘડી આવીઃ રાજકોટ લોહાણા મહાજન તથા પૂ. જીગ્નેશદાદાના સંગાર્થે અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેનો નાદ : આવતી કાલે (ચૈત્રી નવરાત્રી) બપોરે બે વાગ્‍યે રાજકોટના વિરાણી હાઇસ્‍કુલ ચોકથી સરદારનગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ થઇને રેસકોર્ષ મેદાન ખાતે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા-પોથીયાત્રા નિકળશે : વિશાળ જર્મન ડોમ, બેઠક વ્‍યવસ્‍થા, એલઇડી સ્‍ક્રીન, મહાપ્રસાદ વ્‍યવસ્‍થા, સાઉન્‍ડ સિસ્‍ટમ, પોથીજીના પાટલા સહિતની વ્‍યવસ્‍થાઓને આખરી ઓપ : શોભાયાત્રામાં વિવિધ ગાડીઓનો વિશાળ કાફલો, સાફા સાથેના ડ્રેસ કોડ સાથે યુવાનોની વિશાળ બાઇક રેલી તથા રાસગરબાની રમઝટ આકર્ષણનું કેન્‍દ્ર બનશે : પવિત્રતા સાથે વાજતે-ગાજતે પવિત્ર પોથીજીનું સ્‍થાપન થશેઃ સમગ્ર સૌરાષ્‍ટ્ર-રાજકોટમાં કૃષ્‍ણભકિતનો અનેરો માહોલ : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ યાદગાર આયોજન માટે સજજ : અકિલા લાઇવ તથા લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ દ્વારા વિશ્વના લાખો લોકો પવિત્ર ભાગવત સપ્તાહનો લાભ લેશે11:40 AM IST

 કારની ઠોકરે ચડેલો ૧૮ વર્ષનો પરાગ ગોહેલ બ્રેઇનડેડઃ ડ્રાઇવર બદલાયાના આક્ષેપને પગલે ડીસીપીની તપાસ : જુઓ વિડીયો : ૨૧મીએ ન્‍યારી ડેમ પાસે સફેદ રંગની નેક્‍સા કારની ઠોકરે ટુવ્‍હીલર ચડતાં ચાલક મોટા મવાના યુવાનને ગંભીર ઇજા થતાં જીવનમરણ વચ્‍ચે ઝોલા : પરાગ જેની સાથે કામ કરે છે તે કેટરર્સ સંચાલક ક્રિશ મેરએ ફરિયાદ નોંધાવી તેમાં આરોપી તરીકે પ્રવિણસિંહ જાડેજા વિરૂધ્‍ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો હતોઃ હવે ક્રિશે કારના ડ્રાઇવર બદલી નખાયાના આક્ષેપો કરતી અરજી કરતાં તપાસ શરૂ કરાઇઃ કોણ ડ્રાઇવર હતું તે સ્‍પષ્‍ટ ન થતું હોઇ એ કારણે જ પોલીસે આરોપીની ધરપકડ કરી નથીઃ ડ્રાઇવર બદલતાં હોય તેવા ફુટેજ હાલ અમારી પાસે નથીઃ ડીસીપી બાંગરવા : પીએસઆઇનો કોઇ રોલ નથી, ફરિયાદીએ જે જણાવ્‍યું એ મુજબ જ ફરિયાદ દાખલ થઇ છે, જો ફરિયાદીને લાગે કે ડ્રાઇવર કોઇ બીજુ છે તો રજૂઆત કરી શકે, તેની પાસ થશેઃ ડીસીપી જગદીશ બાંગરવા : આસપાસના ડીવીઆરના ફુટેજ મેળવી તેના આધારે તપાસ થઇ રહી છેઃ ગાડીની સ્‍પીડ અંગે એફએસએલની મદદ લેવામાં આવશેઃ બાંગરવા3:52 PM IST

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ તાલુકાના લતીપુર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું : પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભો પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ તથા પશુ પસંદગી વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ૧૬૦૦થી વધુ પશુપાલક ભાઈઓ-બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગૌશાળા ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું લોકાર્પણ કરાયું રાજ્યમાં પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બની રહે તે દિશામા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે- કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ5:31 PM IST