<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

જીવરાજ પાર્ક પાસે ‘હિટ એન્‍ડ રન': ભીમનગરના સિક્‍યુરીટી ગાર્ડનું મોત

મોટા મવા પાસે રહેતાં લક્ષમણભાઇ સોલંકી નોકરી પુરી કરી ઘરે જતા હતાં ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયો

રાજકોટ તા. ૨૯: હિટ એન્‍ડ રનની વધુ એક ઘટના બની છે. જેમાં કાલાવડ રોડ જીવરાજ પાર્ક એંસી ફુટ રોડ પર ઓમ રેસ્‍ટોરન્‍ટ પાસે રાતે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ભીમનગરમાં રહેતાં સિકયુરીટી ગાર્ડનું મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોટા મવા ભીમનગરમાં રહેતાં લક્ષમણભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ.૪૭) સાંજે આઠેક વાગ્‍યે જીવરાજ પાર્ક નજીક એંસી ફુટ રોડ પર ચાલીને જતાં હતાં ત્‍યારે કોઇ વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાંગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસમાં મૃત્‍યુ પામનાર લક્ષમણભાઇ ભીમનગરમાં રહેતાં હોવાનું ખુલતાં તેમના સગાને જાણ કરી હતી. તેઓ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. સિક્‍યુરીટી ગાર્ડની નોકરી પુરી કરી ઘરે જતા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તે મુળ અમેરલી પંથકના રહેવાસી હતાં. પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:58 AM IST)