News of Saturday, 29th March 2025
જાણો આપડે પીધેલ પાણીનું શરીરમાં શું થાય છે

નવી દિલ્હી: આપણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે એટલે પાણી પીએ છીએ. આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ. આટલા બધા પાણીનું શરીરમાં શું કામ ? તે જાણો છો? ખોરાક પોષક દ્રવ્યો પુરા પાડે છે. આ દ્રવ્યોને શરીરના ભાગોમાં મોકલવા માટે પ્રવાહીની જરૂર પડે. જમ્યા પછી પીધેલું પાણી ખોરાકને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચન તંત્રમાં આગળ ધકેલે છે. પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. લોહીને પ્રવાહી રાખવા માટે પાણીની જરૂર પડે. આમ શરીરમાં વિવિધ દ્રવ્યોના વહન માટે પાણી ઉપયોગી થાય છે. પાણી ૧૦૦ ડિગ્રી તાપમાન સુધી પ્રવાહી રહે છે અને મોટાભાગના દ્રવ્યો તેમાં ઓગળે છે. શરીરને લચીલું રાખવા ઉષ્ણતામાન જાળવી રાખવા પાણીની જરૂર પડે. આપણા શરીરમાં ૫૦ થી ૬૦ ટકા પાણી હોય છે. તે પ્રમાણ જળવાવું જોઈએ. શરીરના કોષોને સક્રિય રાખવા પાણી જોઈએ અને શરીરની પરસેવા દ્વારા અશુધ્ધિઓ દૂર કરવા માટે પાણી મદદરૂપ થાય છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
