<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના ડીલર્સના 22 સ્થળોએ GSTનું સર્ચ: રૂ.5.68 કરોડની કરચોરી પકડાઈ

મણિનગર, કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ: રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, બિન-હિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ મળી

અમદાવાદ: શહેરમાં સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા પાન મસાલા અને તમાકુના વેપારીઓના સ્થાનો પર સર્ચ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડી લેવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ અંગે મીડિયા રિલીઝમાં જાણકારી આપવામાં આવી હતી.

ચોક્કસ ઈન્ટેલીજન્સ ઇમ્પુટ્સ અને સર્વેલન્સના આધારે કરચોરીને રોકવા માટે સ્ટેટ GST વિભાગે 25 માર્ચ 2025ના રોજ અમદાવાદમાં પાન-મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મણિનગર, કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, બિન-હિસાબી સ્ટોક અને બિન નોંધાયેલ ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી.

નોંધાયેલ કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી અંદાજીત રૂ.5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી. નોંધનીય છે કે, સ્ટેટ GST વિભાગ દ્વારા આ પ્રકાર કરચોરીને રોકવા માટે ઘણીવાર સર્ચની કાર્યવાહી ધરવામાં આવતી હોય છે. જેમાં ઘણીવાર કરોડોની કરચોરી પકડાતી હોય છે. થોડા મહિના પહેલા જ સ્ક્રેપના વેપારી પર પણ GST વિભાગે દરોડા પાડ્યા હતા અને કરોડોની કરચોરી ઝડપી પાડી હતી

(8:05 PM IST)