<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

કાલાવડ ખીજડીયાના વિપુલે જેટકોના ક્‍વાર્ટરમાં ઝેર પીધું

આસી. લાઇનમેન તરીકે નોકરી કરતો યુવાન રાજકોટ સારવાર હેઠળઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: કાલાવડના નવાણીયા ખીજડીયા ગામે રહેતો વિપુલ આલજીભાઇ પરમાર (ઉ.વ.૨૪) જામવાડી ગામે જેટકોના ક્‍વાર્ટરમાં હતો ત્‍યારે ઝેરી દવા પી જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.વિપુલ બે ભાઇમાં નાનો છે અને જેટકોમાં આસી. લાઇનમેન તરીકે દોઢેક વર્ષથી નોકરી કરે છે. તે અપરિણીત છે. અર્ધબેભાન હોઇ બોલી શકતો ન હોઇ કારણ જણાવી શક્‍યો નથી. રાજકોટ  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કાલાવડ તાલુકા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(11:11 AM IST)