તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ઘોર બેદરકારી... ડિસ્કોલીફાઈ થયેલા ટેન્ડરો ખોલી નખાયા
જવાબદાર અધિકારીઓને નોટીસ

રાજકોટ : મહાનગરપાલિકાના અપાતા કામોના ટેન્ડર નિયમ મુજબ ખોલવામાં આવતા હોય છે. ડિસ્કોલીફાઈ થયેલ હોય તે ટેન્ડર ખોલાતા નથી. પરંતુ અધિકારીઓ દ્વારા છેલ્લા ૧૫ દિવસ દરમિયન આવેલા ટેન્ડરો ખોલી દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અમુક અધિકારીઓ દ્વારા ડિસ્કોલીફાઈ થયેલા ટેન્ડરો પણ ખોલી નખાયાનું બહાર આવતા ચકચાર મચી ગયેલ છે. રૂટીન કામગીરી માં પણ આ પ્રકારની ંભીર ભૂલ થાય તેવો પ્રશ્ન જ ઉભો થતો નથી છતાં ગમે તે કારણોસર ટેન્ડરો ખુલી જતાં અધિકારીઓએ ભુલ થઈ ગયાનો રાગ આલાપ્યો હતો. છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા આ પ્રકારની ભુલ બીજી વખત ન થાય અને શા માટે ડિસ્કોલીફાઈ થયેલા ટેન્ડરો ખોલી નાખવામાં આવ્યા તે મુદ્દે નોટીસ ફટકારવાના આદેશ અપાયા હોવાનું જાણવા મળેલ છે. તેમજ મનપા તંત્ર દ્વારા પાઠવા સ્ટેન્ડીંગ સભ્યોનો આદેશ.
(4:09 PM IST)










