તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ભૂકંપની અસર ભારતમાં કરોડોના વ્યવસાયો પર પડવાની શકયતા
ગુજરાતના થાઇલેન્ડ અને મ્યાનમારમા સાથે ગાઢ વેપાર સંબંધો છે : દર વર્ષે ગુજરાતમાંથી મ્યાનમારમાં આશરે ૨૧૦૦ કરોડ રૂપિયાની દવાઓ મોકલવામાં આવે છે

નવી દિલ્હી,તા.૨૯: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ૭.૭ રિક્ટર સ્કેલના પ્રચંડ ભૂકંપથી ભારે તબાહી મચી છે. જેમાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ ભૂકંપથી ભારતીય વેપારીઓ અને તેમા પણ ખાસ કરીને ગુજરાતી વેપારીઓની ચિંતા વધી છે. ખાસ કરીને ભારતમાંથી થતી નિકાસને અસર થશે.
જેમાં ગુજરાતના થાઇલેન્ડ અને મ્યાનમારમા સાથે ગાઢ વેપાર સંબંધો છે. આ અંગે એક મીડિયા હાઉસને પીડીએકસીએલના ભૂતપૂર્વ વડા ભરત છાજેડે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ દેશોમાં રૂપિયા ૬૦૦ કરોડનો કપડાની નિકાસ કરે છે.
આ આ ઉપરાંત ગુજરાતમાંથી ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ ક્ષેત્રની મોટી નિકાસ પણ થાય છે. દર વર્ષે ગુજરાતમાંથી મ્યાનમારમાં આશરે ૨૧૦૦ કરોડ રૂપિયાની દવાઓ મોકલવામાં આવે છે. જેમા રસાયણોમાં રૂ. ૧૦૦ કરોડનો વ્યવસાય છે.
મ્યાનમારના ઉદ્યોગ મંત્રી સાથે વાતચીત કરત ભરત છાજેડે જણાવ્યું કે તેમણે મ્યાનમારના ઉદ્યોગ મંત્રી ડૉ. ચાર્લી થાન સાથે સીધી વાત કરી. તેમણે કહ્યું કે મ્યાનમારના માંડલેય શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ત્યાં ઘણી ટેલિફોન લાઇનો બંધ છે અને સંપર્ક મુશ્કેલ બની ગયો છે.
આ ભૂકંપના લીધે ચાર મુખ્ય ક્ષેત્રો જે પ્રભાવિત થશે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રસાયણો અને ઔદ્યોગિક રસાયણોનો પણ આ દેશો સાથે સારો વેપાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આપત્તિ મોટી સાબિત થાય છે તો આ દેશોમાંથી આવતા ઓર્ડર ધીમા પડી શકે છે.
તેમજ ચુકવણીમાં વિલંબ થઈ શકે છે અને લોજિસ્ટિક્સમાં પણ વિક્ષેપ પડી શકે છે.જેના પગલે સંગઠને સરકાર પાસે માંગ કરી છે કે, આ દેશો સાથે વેપાર કરતા વેપારીઓ માટે સહાયક યોજનાઓ લાવવામાં આવે જેથી જો નુકસાન થાય તો તેનું સંચાલન કરી શકાય.(૪૦.૪)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
