<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

નર્મદા પરિક્રમાં રૂટના કામચલાઉ પુલનું ધારાસભ્ય ડો.દર્શનાબેનના હસ્તે ઉદ્ઘાટન, પાલિકા પ્રમુખે રૂટની મુલાકાત લીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આજથી પંચકોષી નર્મદા પરિક્રમાંની શરૂઆત થઈ છે. જેમાં ભક્તોને પરિક્રમા દરમ્યાન નર્મદા નદી પાર કરવામાં ગુવાર ગામ નજીક કામ ચલાઉ પુલનુ નિર્માણ ગુજરાત સરકાર, તંત્ર દ્વારા બનાવવામા આવેલ જેનું શુક્રવાર ની રાત્રીના 10-30 કલાકે ઉદઘાટન નાદોદ ના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ના શુભહસ્તે કરી પુલને ભાવિક ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો, મા નર્મદા ને ચૂંદડી શ્રીફળ અર્પણ કરી ભાવિક ભક્તો ની "મા નર્મદા"ની પરિક્રમા ભક્તિ ભાવ સાથે પૂર્ણ થાય એવી મા નર્મદા ને પ્રાર્થના પણ કરવામાં આવી હતી
આજે વહેલી સવારથી શરૂ થયેલી પંચકોષી નર્મદા પરિક્રમાંમાં વહેલી સવારે રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને રાજપીપળા નવાપરા વિસ્તારના મહિલા મંડળ ના બહેનો એ પણ પરિક્રમા રુટ પર ફરી નિરીક્ષણ કર્યું જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઉપલબ્ધ કરાયેલ પાયાની સુવિધા પરિક્રમાવાસીઓ માટે આશીર્વાદરૂપ હોવાનું પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું હતું.

(10:05 PM IST)