News of Saturday, 29th March 2025
ભાડલાના સુરેશ ચાવડા પર રાજકોટમાં હુમલોઃ રોકડ પડાવી લેવાયાનો આક્ષેપ
સેન્ટીંગ કામ કરી ઘરે જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ કોઠારીયા સોલવન્ટ પાસે આંતરી ‘તું કેમ કાવા મારે છે?' કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૯: જસદણના ભાડલા ગામે રહેતો સુરેશભાઇ નાજાભાઇ ચાવડા (ઉ.વ.૩૦) નામનો યુવાન રાતે અગિયારેક વાગ્યે રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ રોડ શિતળામા ગોૈશાળા પાસેથી બાઇક હંકારી ભાડલા તરફ જતો હતો ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ આંતરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સુરેશભાઇએ આક્ષેપ કર્યો હતો કે ચાર શખ્સોએ મને ઉભો રાખી ‘તું કેમ બાઇકના કાવા મારે છે?' તેમ કહી ઝઘડો કરતાં મેં તેને હું ક્યાં કાવા મારુ છું તેમ જણાવતાં ચારેયએ ઢીકા-પાટુ અને ધોકાથી માર માર્યો હતો અને મારા ખિસ્સામાંથી ૩૮૫૦ની રોકડ પણ પડાવી ગયા હતાં. પોતે સેન્ટીંગ કામ કરવા આવ્યો હતો અને પરત ભાડલા જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
