તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
સૌરાષ્ટ્ર યુનિ,ના પ્રો. સંજય પંડ્યા સામેના આક્ષેપો ખોટા અને બનાવટીઃ તપાસનો અહેવાલ કુલપતિને સોંપાયો
પ્રો સંજય પંડ્યા સામે જે બહેનોએ ફરિયાદ કરેલ છે તેવા એકપણ બહેનો વર્ષ ૨૦૧૬ પછી ભવનના રેકોર્ડ ઉપર નોંધાયેલ નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અર્થશાષા ભવનના પ્રો.સંજય પંડ્યા સામે દ્રિઅર્થી સંવાદ અને માર્ક્સ વધુ આપવાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં થયેલ હતી આ અંગે કુલપતિ ડો,ઉત્પલ જોશીએ આ ફરિયાદની તપાસ અર્થશાષા ભવનના અધ્યક્ષને સોંપી હતી જેનો આજે અહેવાલ આવતા ફરિયાદ ખોટી હોવાનું સામે આવેલ છે.
આ ફરિયાદથી છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ શિક્ષણ જગતમાં જે ચર્ચાઓ ચાલતી હતી તેનો આજે પૂર્ણવિરામ થયો છે . કુલપતિએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા અધ્યાપક વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ છે
ભવનના અધ્યક્ષે આજે તેના રિપોર્ટમાં જણાવેલ કે પ્રો સંજય પંડ્યા સામે ફરિયાદ કરનાર બહેનોના નામ સિવાય તેઓના રહેઠાણ સંપર્ક નંબર અભ્યાસનું સ્થળ જેવી કોઈ બાબતનો ઉલ્લેખ નથી તેમજ એક જ વ્યક્તિ દ્વારા સહી કરી હોય એવું જણાય છે જે બહેનોએ નામની ફરિયાદ કરેલ છે તેવા એકપણ બહેનો વર્ષ ૨૦૧૬ પછી ભવનના રેકોર્ડ ઉપર નોંધાયેલ નથી,ફરિયાદ ખોટા નામોથી તેમજ આક્ષેપો ખોટા અને બનાવટી હોવાનું જણાય છે ફરિયાદમાં કોઈ તથ્યાત્મક હકીકત જણાઈ આવતી નથી, તેમજ પ્રો.પંડ્યાના લેખિત નિવેદન મુજબ પરીક્ષા મૂલ્યાંકનમાં વિદ્યાર્થિનીની ઓળખ સ્પષ્ટ ના થઇ શકે તેમજ દર્શાવેલ તમામ બાબત ખોટી અને બદઈરાદાથી લખાયેલ છે.
(2:43 PM IST)










