<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

નર્મદામાં પતિ પત્ની ઔર વોહ ના ચક્કરમાં પત્નીને ત્રાસ આપનાર પતિને સમજાવી અભયમ સમાધાન કરાવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમ પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાના કારણે મને મારઝૂડ કરે છે આ સાંભળીને રાજપીપલા 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બન્ને પક્ષનું કાઉંન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.

     ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મળતી માહિતી અનુસાર પીડિત મહિલા જણાવતા કે તેમના બે બાળકો છે અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવીએ છીએ આશરે ત્રણેક વર્ષ થી મારા પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે જેના કારણે વારંવાર મને મારઝૂડ કરે છે મારા બાળકો સાથે મને ઘરની બહાર કાઢી મૂકે છે અને અંદરથી તેઓ દરવાજો બંધ કરી દે છે. દસ દિવસ પહેલા તેઓ મારી સાડીઓ લઈને જતા રહ્યા અને સળગાવી દીધી હતી. પંચ ભેગી થઈ હતી ત્યારે તેમને ભૂલ સ્વીકારી માફી માગી હતી તેમ છતાં પણ તેઓ સુધરતાં નથી ગઈકાલે ફરીવાર એ મહિલાનો મારા પતિના મોબાઇલમાં કોલ આવેલ જે અંગે બોલાચાલી થતાં તેઓ એ મારા સાથે મારઝૂડ કરી અને કાઢી મૂકવાની ધમકી આપતા હતા. અને બીજા કપડાં હતા એ પણ સળગાવી નાખ્યા. વારંવાર મારઝૂડ અને માનસિક ત્રાસના કારણે આખરે કંટાળીને અભયમની મદદ માગી.
   અભયમ ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર સામા પક્ષનું કાઉંન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે એ મહિલાને મારા પર સામેથી કોલ આવેલ હું તેને નથી કોલ કરતો, પરંતુ મે નશો કર્યો હતો આથી ગુસ્સામાં આવી જઇને મારી પત્ની ને માર્યા હતા. ત્યારબાદ તેમને શાંતિપૂર્વક સમજાવી અને કાયદાકીય સમજ આપી ત્યારબાદ તેમને ભૂલ સ્વીકારી ફરીવાર હાથ નહિ ઉપાડું અને કપડાં પણ લઈ આપીશ અને મારી પત્નીને સારી રીતે રાખીશ જેની બાહેંધરી આપતા બન્ને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું.

(9:44 PM IST)