<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વડોદરા : માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે અડફેટે લેતા 12 વર્ષીય બાળકીનું મોત :માતા અને નાની પુત્રી ઘાયલ

મોપેડ સવાર માતા પુત્રીને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા માતા પુત્રી ગંભીર ઈજાગ્રસ્ત

વડોદરા તાલુકામાં વિફરેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો છે. મોપેડ સવાર માતા પુત્રીને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા માતા પુત્રી ગંભીર ઇજગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 12 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. વાઘોડિયા પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વાઘોડિયા જિલ્લામાં શીવ ક્રુપા સોસાયટીમાં રહેતા નીતીનકુમાર પટેલ જે હાલ સાઉદી અરેબીયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જયારે તેમના પત્ની સ્નેહાલીબેન પટેલ અને બે પુત્રી કાવ્યા તેમજ જીલ વાઘોડિયા ખાતેના ઘરે રહે છે. સ્નેહાલીબેન એકિટવા પર બે પુત્રીને બેસાડી વાઘોડિયાના માડોધર ખાતે રહેતા ભાઈના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે માડોધર ગેલેક્ષી સોસાયટીની સામે સ્નેહાલીબેનના એક્ટિવાને અડફેટે લેતા સ્નેહાલીબેન અને બને પુત્રી ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તેમને લોહીલુહાણ હાલતમાં 108 એમબ્યુલન્સ મારફતે સારવાર અર્થે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર ઇર્જાગ્રસ્ત 12 વર્ષીય પુત્રી કાવ્યા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સ્નેહાલીબેન અને તેમની નાની પુત્રી જીલ હાલ સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક માડોધરથી ગુતાલ તરફ ડમ્ફર લઇ ભાગી ગયો હતો. વાઘોડિયા પોલીસે ઘટના સ્થળ નજીકથી ઘટનાના CCTV ફૂટેજ મેળવી ડમ્પરચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(2:10 PM IST)