<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

દોઢ વર્ષમાં જ ફરી ભાડું વધ્યું : ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી : બસના ભાડાંમાં ૧૦ ટકાનો વધારો

૨૦૨૩માં ૨૫ ટકાનો ભાડામાં વધારો કરાયો હતો દોઢ વર્ષ માંડ વીત્યું છે ત્યારે ફરી ૧૦ ટકા ભાડુ વધ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાતમાં સામાન્ય માણસને વધુ એક ઝાટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભાડામાં 10% નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજ મધ્યરાત્રીથી જ અમલ આવ્યા મધ્યમ ગરીબ વર્ગ ના લોકો કે જેમની પાસે ફોર વ્હીલ નથી કે અન્ય કોઈ સુવિધા નથી તેઓ ફક્ત એસટી બસ ના સહારે જ મુસાફરી કરે છે તેમની આમપણ આ કારમી મોંઘવારી માં હાલત ખરાબ છે ત્યારે હવે મુસાફરી માં ભાડા વધતા આર્થિક સ્થિતિ વધુ ખરાબ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસ ભાડાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમે બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો કર્યો છે, આ ભાવ વધારાનો અમલ આજે મધ્યરાત્રિથી જ લાગુ કરવામાં આવ્યો છે, એસટી નિગમના આ નિર્ણયથી નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લાના લોકો પર આર્થિક ભારણ વધશે.
આ મુદ્દે રાજપીપળા એસટી ડેપો મેનેજર કે.એચ. નાય એ જણાવ્યું કે આખા રાજ્ય માં આ વધારો લાગુ કરવામાં આવ્યો છે જેમાં લોકલ બસ હોય કે એક્સપ્રેસ બસ હોય તમામ બસ પર ભાડું વધશે જેમાં રૂપિયા એક થી રૂપિયા ચાર સુધી ભાડું વધશે

(10:14 PM IST)