<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

યુપીના ગાઝીપુરમાં જલ્લાદ નામથી ઓળખાતાં એક શખ્સનું ડાન્સ કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત :મૃતક ચંદ્રશેખર પોસ્ટમોર્ટમ હાઉસનો આઉટસોર્સિંગ કર્મચારી હતો, જેને વિસ્તારના લોકો 'જલ્લાદ' તરીકે ઓળખતા : જુઓ વિડિઓ

ચંદ્રશેખર નશામાં હતો તે ઈ-રિક્ષાની ટોચ પર ઊભો રહીને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યો હતો,તે ગીત પર નાચી રહ્યો હતો ત્યારે અચાનક તેનું સંતુલન બગડી ગયું અને તે છાતી સરખો જમીન પર પડ્યો, પડતાની સાથે જ બેભાન થઈ ગયો

ગાઝીપુર તા.૨૯ : યુપીના ગાઝીપુરમાં જલ્લાદ નામથી ઓળખાતાં એક શખ્સનું ડાન્સ કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે તેનું પોસ્ટમોર્ટમ એ ઠેકાણે કરવામાં આવ્યું જ્યાં કે મડદાં ચીરવાનું કામ કરતો હતો.

કુદરતના રાજમાં દેર છે પરંતુ અંધેર નથી, એટલે કોઈએ ખોટું કર્યું હોય તો તેને જરુરથી સજા મળે હોય છે જોકે આ નિયમ બધા પર લાગુ પડે છે. આ વાતનો પુરાવો આપતી એક ઘટના સામે આવી છે. યુપીના ગાઝીપુરમાં મડદાં ચીરવાનું કામ કરી રહેલા જલ્લાદ નામના શખ્સને રિક્ષા પર ડાન્સ કરતાં હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું. રિક્ષા પર ઈન્સ્ટા રિલ બનાવતી વખતે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તરત ઢળી પડ્યો હતો. તે ઢળી પડતાં રિક્ષા આગળ ચાલી ગઈ હતી. તેના મોત બાદ તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે એ ઠેકાણે લઈ જવાઈ જ્યાં તે મડદાં ઘરમાં લાશની ચીરફાડનું કામ કરતો હતો.

મૃતકની ઓળખ ચંદ્રશેખર તરીકે થઈ હતી, જે પોસ્ટમોર્ટમ હાઉસનો આઉટસોર્સિંગ કર્મચારી હતો, જેને વિસ્તારના લોકો 'જલ્લાદ' તરીકે ઓળખે છે. તેમના મૃત્યુના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. લોકો કહેતા હતા કે તેમને રીલ બનાવવાનો શોખ હતો અને તે રીલ તેમના જીવનની છેલ્લી રીલ સાબિત થઈ. કેવો સંયોગ, ચંદ્રશેખરનું પોસ્ટમોર્ટમ તે શબઘરમાં થયું જ્યાં તે કામ કરતો હતો. આ કરુણ ઘટનાને નજર જોનાર લોકોએ કહ્યું કે ચંદ્રશેખર નશામાં હતો. તે ઈ-રિક્ષાની ટોચ પર ઊભો રહીને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યો હતો. તે ગીત પર નાચી રહ્યો હતો ત્યારે અચાનક તેનું સંતુલન બગડી ગયું અને તે છાતી સરખો જમીન પર પડ્યો, પડતાની સાથે જ બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.

(3:28 PM IST)