<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સિંધી સોશ્‍યલ ગ્રુપ દ્વારા જંકશન સ્‍ટેશન પાસે કાલે ભવ્‍ય ધર્મોત્‍સવ

સિંધી વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી જોડાશે : સુનિલ ટેકવાણી

રાજકોટ : ચેટીચાંદ એ સિંધી સમાજનું નવુ વર્ષ ગણાય છે. આ નિમિતે સિંધી સોશ્‍યલ યુવા ગ્રુપ દ્વારા ભાટીયા બોર્ડીંગ, જંકશન  રેલ્‍વે સ્‍ટેશન સામે કાલે રવિવારે સાંજે ૬.૩૦ થી રાત્રીના ૧૧ સુધી સાંસ્‍કૃતિક, ધાર્મિક કાર્યક્રમ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા છે. સમાજ જાગૃતિ અર્થે નાટક રજુ થશે. તેમજ થેલેસેમીયા ટેસ્‍ટ ફ્રી કેમ્‍પ રાખેલ છે. બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાશે. ધાર્મીક પુસ્‍તકોનું વિતરણ કરાશે. સેલ્‍ફી પોઇન્‍ટ ઉભા કરાશે.  સિંધી વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી આ ઉત્‍સવમાં સામેલ થશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સુનિલ ટેકવાણી, સોનુભાઇ આહુજા, રાજુભાઇ ઉધાણી, ચંદ્રેશ લોંગાણી, દિનેશભાઇ જગવાણી, જીતુભાઇ ગોપલાણી, જીતુ રોય, હરેશભાઇ વાધવાણી, રાજુભાઇ દરીયાનાણી, મહેન્‍દ્રભાઇ વાધવાણી, પરેશભાઇ મુલવાણી, શંકરભાઇ વસીયાણી, અનુપ ટેકવાણી, ચંદ્રેશ ટેકવાણી, રાજુભાઇ પોપટાણી, મહેશભાઇ વધીયા, હરેશભાઇ ભારાણી, રજનીશભાઇ ટોપણદાસાણી, મનીષભાઇ મોહનાણી, અંકિત રોહરા, નરેશભાઇ ભકતાણી, પ્રેમભાઇ તારવાણી, રાજુભાઇ અડવાણી, સુરેશભાઇ ભંભાણી, રમેશભાઇ મમતાણી, અશોકભાઇ રાજપાલ, વિજય કુકરેજા, રાજુભાઇ મેઘાણી, નિલેષ ક્રિપલાણી, અજીત ચૌધરી, ભરતભાઇ વંજાણી, દિપકભાઇ છાબરીયા, છોલાભાઇ તેમજ સિંધી સોશ્‍યલ યુવા ગ્રુપના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૯૮૨૫૨ ૭૬૦૫૫ ઉપર સંપર્ક કરવા સુનિલભાઇ ટેકવાણીની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)

(3:11 PM IST)