તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ટેબલ ટેનિસ: ચેન્નાઈ ખાતે માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ, WTT સ્ટાર કન્ટેન્ડર ઇવેન્ટના અંતિમ આઠમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો
જોકે મહિલા સિંગલ્સમાં ભારતની કૃત્વિકા રોયનો પરાજય: પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન જાપાનની મિયુ નાગાસાકી સામે 0-3થી હાર

ચેન્નાઇ: ટેબલ ટેનિસમાં, ભારતના માનવ ઠક્કરે WTT સ્ટાર કન્ટેન્ડર ઇવેન્ટના અંતિમ આઠમાં ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો. તેણે આજે ચેન્નાઈમાં WTT સ્ટાર કન્ટેન્ડર ખાતે પુરુષોની સિંગલ્સ પ્રીક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના આન્દ્રે બર્ટેલ્સમીયરને 3-2થી હરાવ્યો હતો. પહેલો સેટ 10-12થી ગુમાવ્યા બાદ, માનવે જોરદાર રીતે પાછા ફરતા આગામી બે સેટ, 12-10 અને 15-13થી જીતીને 2-1ની લીડ મેળવી હતી. જર્મન ખેલાડીએ ચોથા સેટમાં 11-6થી જીત મેળવીને 2-2થી બરાબરી કરી. જોકે, માનવે પોતાની હિંમત જાળવી રાખી હતી અને અંતિમ સેટ 11-5થી જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી.
દરમિયાન, મહિલા સિંગલ્સમાં, ભારતની કૃત્વિકા રોયનો આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા જાપાનની મિયુ નાગાસાકી સામે 0-3થી પરાજય થયો. આ હાર સાથે મહિલા સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવ્યો છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
