<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th March 2025

શામળાજી, અંબાજી, મહેસાણાના રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત

નીતિન ગડકરીની મોટી જાહેરાતઃસાબરકાંઠા જિલ્લામાં NH-168G પર ઇડર-બડોલી બાયપાસની પાકા શોલ્ડર સાથે ૪-લેન રોડના નિર્માણ માટે ૭૦૫.૦૯ કરોડની મંજૂરી

સાબરકાંઠા, તા.૨૮: સાબરકાંઠા જિલ્લામાં NH-168G પર ઇડર-બડોલી બાયપાસ (૧૪.૨ કિમી) ની પાકા શોલ્ડર સાથે ૪-લેન રોડના નિર્માણ માટે ૭૦૫.૦૯ કરોડની મંજૂરી મળી છે. આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ-સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે ૪-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇડર-બડોલી ૪-લેનને મંજૂરી મળી ત્યારે ખેડૂતોની જમીન બે ટુકડા થતા હોય તો કેટલાક ખેડૂતો પાસે જમીન બચતી ન હોવાથી વિરોધ થયો હતો. આ પ્રોજેક્ટ-બાયપાસ અને અંબાજી જતાં યાત્રાળુઓ, ઇડર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે. NH-168G, NH-68 થી મહેસાણા નજીક નીકળે છે, વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી અને ભિલોડામાંથી પસાર થાય છે, રાજસ્થાન સરહદની નજીક શામળાજી નજીક NH-48 પર સમાપ્ત થાય છે. આ રસ્તાને પાકા શોલ્ડર, ફ્લેક્સિબલ પેવમેન્ટ, ગ્રેડ-સેપર્ડ સ્ટ્રક્ચર્સ અને રક્ષણાત્મક કાર્યો સાથે ૪-લેન કન્ફિગરેશનમાં અપગ્રેડ કરવામાં આવશે,જે સુધારેલ સલામતી અને સરળ ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરશે જેથી પરિવહનમાં ચોક્કસપણે સુગમતા વધશે. આ ઉપરાંત જેસલમેર અને બાડમેર જિલ્લામાં નેશનલ હાઇવે-૭૦ અને નેશનલ હાઇવે-૧૧ (કુલ લંબાઇ ૧૩૪.૮૬ કિલોમીટર)ના હાલ કનેક્શનને મજબૂત અને પહોળો કરવાની સાથે-સાથે નેશનલ હાઇવે ૧૧ના મ્યાઝલાર-જેસલમેર અને મુનાબાવ-તનોટના સુંદરા-મ્યાઝલાર-અંબાસિંહની ઢાળી રોડને ૨-લેન પાકો અને મજબૂત રોડ બનાવવા માટે ૧૨૩૭.૭૧ કરોડ રૃપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

 

(9:32 PM IST)