<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સિવિલ હોસ્‍પિટલના બાકડા પર નુરાનીપરાના પ્રોૈઢ પ્રવિણભાઇ રાઠોડના શ્વાસ થંભી ગયા

રાતે તબિયત બતાવવા આવ્‍યા ત્‍યારે દવા આપીને મોકલી દેવાને બદલે દાખલ કરાયા હોત તો બચી ગયા હોત તેવી દર્દીઓના સગામાં ચર્ચાઃ મૃતક રખડતું જીવન જીતવાં હતાં

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્‍પિટલમાં  પોલીસ ચોકી બહાર છાપરા નીચે આવેલા બાંકડા પર બેઠા બેઠા જ એક પ્રોૈઢની જિંદગીનો અંત આવી ગયો હતો. રાતે તે તબિયત બતાવવા આવ્‍યા ત્‍યારે દાખલ કરવાને બદલે દવા આપી દેવાઇ હતી. આથી તે ઇમર્જન્‍સી વોર્ડની સામે જ પોલીસ ચોકી નજીક બાકડા પર બેસી ગયા હતાં. સવારે તેઓ બાકડા પર બેભાન જેવી હાલતમાં જણાતાં તેમને હેલ્‍પ ડેસ્‍કના સ્‍ટાફે ઇમર્જન્‍સી વોર્ડમાં ખસેડયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

પ્ર.નગર પોલીસને હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર પાસેથી મળેલા ફોન નંબરને આધારે તેનું નામ પ્રવિણભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) હોવાનું અને અગાઉ તે કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં રહેતાં હોવાનું ખુલ્‍યું હતું. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. પત્‍નિ જતી રહ્યા બાદ તે રખડતું જીવન જીવતાં હતાં. રાતે તે દવા લેવા આવ્‍યા ત્‍યારે દવા આપી દેવાઇ હતી. એ પછી તે આખી રાત બાકડે બેઠા રહ્યા હતાં અને બેઠેલી હાલતમાં જ શ્વાસ થંભી ગયા હતાં. જો અશક્‍ત એવા આ વૃધ્‍ધને દાખલ કરી દેવામાં આવ્‍યા હોત તો કદાચ જીવ બચી ગયો હોત. તેમ છાપરા નીચે સુતેલા, બેઠેલા દર્દીઓના સગામાં ચર્ચા થઇ રહી હતી. તસ્‍વીરમાં પ્રોૈઢ બાકડા પર બેઠેલી હાલતમાં જ મૃત્‍યુ પામ્‍યા હતાં તે જોઇ શકાય છે

(3:54 PM IST)