તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
આ વર્ષનું સૌ પ્રથમ સૂર્ય ગ્રહણ પૂરું:આશરે 3 કલાક અને 56 મિનિટ સુધી ચાલ્યું: જાણો હવે ક્યારે લાગશે ગ્રહણ?
સૂર્યગ્રહણ 29મી માર્ચના રોજ બપોરે 2.21 વાગ્યાથી શરૂ થયું હતું, જે 6.14 વાગ્યા સુધી ચાલ્યું

નવી દિલ્હી : આ વર્ષનું સૌ પ્રથમ સૂર્ય ગ્રહણ પૂરું થઈ ગયું છે. આ સૂર્ય ગ્રહણ આશરે 3 કલાક અને 56 મિનિટ સુધી ચાલ્યું હતું. આ સૂર્ય ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હતું. હવે પછીનું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર,2025ના રોજ લાગશે. ભારતમાં 2 ઓગસ્ટ 2027ના રોજ લાગનાર સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.
પહેલું સૂર્યગ્રહણ કેલેન્ડર મુજબ સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થયું. આ પછી તમે જરૂરી અને શુભ કાર્ય કરી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણ 29મી માર્ચના રોજ બપોરે 2.21 વાગ્યાથી શરૂ થયું હતું, જે 6.14 વાગ્યા સુધી ચાલ્યું હતું. એટલે કે તે 3 કલાક 53 મિનિટ સુધી ચાલ્યું હતું.
આ સૂર્યગ્રહણ મૂળ રીતે યુરોપ, ઉત્તર ધ્રુવ, આર્કટીક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર વગેરે જગ્યા પર દેખાય છે. સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન, દાન કરવાનું વિશેષ મહત્વ છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
