News of Saturday, 29th March 2025
ગ્રહોની ગરબડઃ વૈચારિક ગ્રહણ
ખગોળિય ઉથલપાથલઃ કહેવાતા નિષ્ણાતો ઓવર થયાઃ સમજ વિકસે તો એકપણ ગ્રહ ન નડે
II ૐ શં શનેશ્વરરાય નમઃ II
આજે ખગોળિય વિશેષ ઘટના બની રહી છે. શનિ ગ્રહ પરિવર્તિત થાય છે. સૂર્યગ્રહણ પણ લાગી રહયું છે. આ ઉપરાંત આવતીકાલે અતિ વિશિષ્ટ ઘટના બની રહી છે. મીન રાશિમાં શુક્ર, શનિ, સૂર્ય, ચંદ્ર, બુધ, રાહુ, નેપચ્યુન ગ્રહો એકઠા થવાના છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે આ રોમાંચક ઘટના છે.
સનાતન પરંપરામાં ગ્રહો આધારિત જયોતિષશાસ્ત્ર વિકસ્યું છે. આ શાસ્ત્ર શુધ્ધ ગણિત- વિજ્ઞાન અને અલોૈકિક ઉર્જાને બળ પર ઉભું છે. જયોતિષ શાસ્ત્ર સામે શંકાને સ્થાન નથી, પણ કહેવાતા જયોતિષિઓ અજ્ઞાન- અર્ધજ્ઞાનની ઉથલપાથલ સર્જીને માહોલ વિચિત્ર બનાવી રહ્યા છે.
ગ્રહોની અસર- આડઅસર જીવમાત્ર પર થતી જ હોય છે. પરંતુ ઘણા જયોતિષીઓ તો લોકોને ઉદ્ેશીને કહે છે કે, ચેતજો નહિ તો પરેશાન થઇ જશો... આવા વિધાનો હાસ્યાસ્પદ અને ભ્રમ ફેલાવનારા ગણાય. સામાન્ય માણસે કઇ રીતે ચેતવાનું? ગ્રહ પરિવર્તનને બ્રેક મારવાની? આવી ત્રેવડ કોઇની છે?
ઘણાં જયોતિષીઓ તો ગ્રહો પોતાના કાબૂમાં હોય અથવા જે તે ગ્રહોના પોતે પ્રવકતા હોય તેવી વાતો કરે છે. ધડ-માથા વગરની અથવા દ્વિઅર્થી આગાહીઓ કરે છે. મોટાભાગના જયોતિષીઓ ગ્રહોની ઉથલપાથલની રાશિઓ પર થનારી અસરોના લીસ્ટ જાહેર કરે છે. એક રાશિમાં કરોડો લોકો હોય છે, આ બધાનું ભવિષ્ય સમાન કેવી રીતે હોઇ શકે? સામાન્ય તર્ક માં પણ કહેવાતા જયોતિષીઓ ઉઘાડા પડી જાય છે.
લાયકાત- સાધના વગરના ફાલતુ તત્વો દિવ્યક્ષેત્રમાં નિષ્ણાત બની બેઠા હોવાથી દિવ્ય શાસ્ત્રો બદનામ અને હાસ્યાસ્યદ બની રહ્યા છે. આヘર્ય એ છે કે, રાશિ પ્રમાણે દરેક જયોતિષનું ભવિષ્યકથન વીપરિત હોય છે. સાવ બકવાસ જેવો જયોતિષ પ્રવાહ વર્ષોથી મીડિયામાં વહી રહ્યો છે. લોકો પણ તેના આધારે દોરવાઇ જાય છે.
સનાતન સર્વોતમ દિવ્ય પરંપરા છે, પરંતુ આપણી બોૈધ્ધિકતા તથા વિચારોને ગ્રહણ લાગી ગયું હોય તેવો માહોલ છે. ગાડરિયા પ્રવાહની જેમ બધું વહે છે. સમજદારી વિકસે તો કોઇ ગ્રહ નડતરરૂપ બનતો નથી. એક પણ ગ્રહ આપણને નડવા માટે સર્જાયો નથી. ગ્રહો આદી- અનાદીકાળથી અસ્તિત્વ ધરાવે છે. આપણું આયુષ્ય ૫૦-૧૦૦ વર્ષનું હોય છે. આ ઉપરાંત ગ્રહોની ઉર્જાઓ મહાશકિતશાળી છે. એ કોઇ અશકત માણસને નડે તો ગ્રહને જ શરમ આવે.
આપણી વૃતિ, વિચાર, પ્રવૃતિ હઠાગ્રહ, આગ્રહ, દુરાગ્રહ, પૂર્વગ્રહ, અનુગ્રહ જ આપણને નડતા હોય છે. શનિ પરિવર્તનને બદલે તમારી વૃતિ-વિચારમાં પરિવર્તન થાય તો તમને વધારે અસર કરે છે.
માનો કે શનિ ખરેખર નડે જ છે, તો પણ શું? શનિને પરિવર્તન થતો અટકાવવા લંગરિયા નાખવાના? બધું જ પરિવર્તિત છે. સુખઃ દુખ ચાલુ જ રહેવાના. ખુદમાં સકારાત્મક પરિવર્તન લાવવું અનિવાર્ય છે. (૩.૨)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
