<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સોમનાથ સમુદ્રમાં પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્‍વમાં સાગર કવચ સુરક્ષા કવાયત

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ર૯: ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્‍વમાં સમગ્ર ગીર-સોમનાથ ૧૧૦ કિલોમીટર લાંબા સમુદ્ર તટ અને સમુદ્રમાં ગઇ સાંજે શરૂ થઇ સાગર સુરક્ષા કવચ કવાયત.

જેમાં એસ.ઓ.જી., એલ.સી.બી., સમગ્ર સાગર તટ જીલ્લાના મથકો, મરીન પોલીસ સ્‍ટેશનો, પોર્ટ, ફીસરીઝ, નેવી, કોસ્‍ટગાર્ડ સહિતના જવાનો ચાંપતી નજર સાથે દરિયો અને તટ ખુંદી રહયા છે.

ગઇ સાંજે આઠ વાગ્‍યે શરૂ થયેલી આ કવાયત આજે તા. ર૯ ને સાંજે આઠ વાગ્‍યે પુરી થશે. આ સાગર કવાયત સુરક્ષામાં સોમનાથ મંદિર તથા સમગ્ર સાગરમાં ફરતા વહાણોના ડોકયુમેન્‍ટ તપાસણી ડમી આયોજન સહિત જોગવાઇ સાથે ગોઠવાયેલી સાગર સુરક્ષા બરાબર છે કે નહીં કે તેમાં સુધારા-વધારા જરૂર છે તેનું નિરીક્ષણ રીહર્સલ-રીયાઝ અને ચકાસણી અર્થે કરાય છે.

(2:03 PM IST)