<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અંદાજે ૪૫ લાખ રૂપિયાનું બાકી વીજ બિલ ન ચૂકવતા PGVCL એ સલાયા પાલિકાના ૩ વીજ કનેક્‍શન કાપી નાખ્‍યાં

પાલિકા બિલ્‍ડીંગ, કોમ્‍યુનીટી હોલ, અને સ્‍ટ્રીટ લાઈટ સહિતના વીજ જોડાણ PGVCL દ્વારા કાપી નાખવામાં આવ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૯: ખંભાળિયાની સલાયા નગલપાલિકાએ દેવાળું ફૂંકયું છે. સલાયા નગર પાલિકા સામે PGVCL લાલ ધુમ છે.

સલાયા નગર પાલિકા પાસે પોતાનું લાઈટ બિલ ભરવાના પણ રૂપિયા નથી રહ્યાં.PGVCL એ સલાયા નગરપાલિકા સામે કડક કાર્યવાહી કરીને ૩ વીજ કનેક્‍શન કાપી નાખ્‍યાં છે.

પાલિકા બિલ્‍ડીંગ, કોમ્‍યુનીટી હોલ, અને સ્‍ટ્રીટ લાઈટ સહિતના વીજ જોડાણ PGVCL દ્વારા કાપી નાખવામાં આવ્‍યા છે.અંદાજે ૪૫ લાખ રૂપિયાનું બાકી વીજ બિલ ન ચૂકવતા PGVCL એ વીજ કનેક્‍શન કાપી નાખ્‍યાં છે.

સલાયા નગરપાલિકા થી વીજ બિલની ભરપાઈ ન થતાં PGVCL એ વીજ કનેક્‍શન કાપીને કાર્યવાહી હાથ ધરી છે.(૩૮.૧૫)

(2:04 PM IST)