News of Saturday, 29th March 2025
ધોમધખતા તાપ વચ્ચે વહેલી સવારે ઠંડકનો અહેસાસ

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ઠંડકની અસર વર્તાઇ હતી. ધોમધખતા તાપ વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો.
જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધુ વર્તાય છે.
બપોરના સમયે ધોમખધતા તાપના કારણે રસ્તાઓ સુમસામ થઇ જાય છે. લોકોને અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.પ, મહત્તમ તાપમાન ૩૩.પ, ભેજનું પ્રમાણ ૪૦ ટકા, પવનની ગતિ ૬ કિ. મી. રહી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
