<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાત આવતા વડાપ્રધાન માટે સુરક્ષાચક્ર આવું રચાયું છે : બોર્ડર વડા ig ચિરાગ કોરડીયા, સાગર બાગમાર સહિતના અધિકારીઓની ટીમ એલર્ટ મોડમાં: ગુજરાતમાં દિલ્‍હીથી spg ના ટોચના અધિકારીઓ ઉતાર્યા, દરિયા, સરહદ અને ભૂમિ પર નરેન્‍દ્રભાઇ માટે લોખંડી બંદોબસ્‍ત : બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ : મલ્લિક અને સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારને મહત્‍વની જવાબદારી સુપ્રત : અમદાવાદમાં ભવ્‍ય રોડ શો અંતર્ગત કાલે રિહર્સલ, શરદ સિંઘલ, નીરજ બડગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાજિયાણ ટીમો દ્વારા ભારે દોડધામ : સિંદૂર થીમ પર શણઞાર, બહેનો લાલ સાડી પહેરી પીએમના વધામણા કરશેઃ વડોદરામાં કલેકટર મહેશબાબુ, ડીડીઓ વિગેરે દ્વારા ૨૦ કમિટી કાર્યરત, સીપી દ્વારા મહત્‍વના સૂચનો2:44 PM IST

હીરા ઉદ્યોગના એકમો અને રત્‍ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્‍ય સરકાર : હીરા ઉદ્યોગના કલાકારો-એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્‍થિરતા જાળવવા આ સહાય પેકેજ મહત્‍વનું પગલુઃ મંત્રી હર્ષ સંઘવી : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્‍ત રત્‍ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા લેવાયો મહત્‍વપૂર્ણ નિર્ણય : અસરગ્રસ્‍ત રત્‍ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્‍ય સરકાર ચૂકવશે : હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ રૂ. ૫ લાખની મૂડી ઉપર ૯ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્‍યાજ સહાય તેમજ ઇલેક્‍ટ્રિસિટી ડ્‍યૂટીમાં પણ એક વર્ષ માટે મુક્‍તિ આપવા નિર્ણય3:30 PM IST

ટ્રેનમાંથી ફેંકાઇ જતાં રાજકોટ જીવરાજ પાર્કના ૧૯ વર્ષના તરંગ હદવાણીનું મોતઃ એકનો એક પુત્ર હતો : એક અધુરી અને આઘાત-ગમગીની આપી જનારી સફરઃ છ મિત્રો ગુરૂવારે હરિદ્વાર-મસુરીની સફરે નીકળ્‍યાઃ શુક્રવારે સવારે રાજસ્‍થાન નજીક બની કરૂણ ઘટનાઃ સફરની મજા શોકમાં પલ્‍ટાઇ ગઇ :આત્‍મીય કોલેજમાં બીસીએ થર્ડ યરમાં ભણતો તરંગ રાજસ્‍થાન નજીક અલવરથી આગળ ટ્રેનમાં દરવાજે ઉભો હતો ત્‍યારે ફંગોળાઇ જતાં ઘટના સ્‍થળે જ મોતઃ ઘટના વખતે મિત્રો સુતા હોઇ તરંગના મમ્‍મીનો ફોન આવતાં તરંગ ટ્રેનમાં ન દેખાતાં ઘટનાની જાણ થઇઃ પરિવારજનો, જીવરાજ પાર્કમાં ગમગીની : દિકરો ક્‍યાં પહોંચ્‍યો એ જાણવા સવારે ૯ વાગ્‍યે મમ્‍મીએ ફોન જોડયો ત્‍યારે ફોન દિકરાને બદલે તેના મિત્રએ રિસીવ કર્યોઃ તરંગ ટ્રેનમાં જ ક્‍યાંક હશે તેમ સમજી શોધખોળ કરી પણ પત્તો ન મળતાં આગલા સ્‍ટેશને મિત્રોએ ઉતરી રેલ્‍વે પોલીસને જાણ કરતાં બપોરે સાડા બારે મૃતદેહ મળ્‍યો2:26 PM IST