<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

મનપામાં વર્ગ-૧,૨,૩ની ૧૦૧૮ જગ્‍યાઓ ખાલીઃ મુખ્‍ય ૬ અધિકારીઓના ચાર્જથી ગબડાવાતુ ગાડુ

જનરલ બોર્ડમાં પૂછાયેલ પ્રશ્‍નનો જવાબ આપતું તંત્ર

રાજકોટ તા.૨૪: મનપાના તા.૨૦ના રોજ મળેલ જનરલ બોર્ડમાં કોર્પોરેટરના વર્ગ-૧,૨,૩ની કેટલી જગ્‍યાઓ ખાલી અંગેના પ્રશ્‍ન અને પેટા પ્રશ્‍નોના જવાબમાં તંત્ર દ્વારા ત્રણેય વર્ગમાં કુલ ૧૦૧૮ જગ્‍યાઓ ખાલી  હોવાનું જણાવ્‍યું હતું

નગરસેવકે રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-૧,૨ અને ૩ની કેટલી જગ્‍યાઓ ખાલી છે? કેટલા સમયથી? કેમ ભરતી કરવામાં નથી આવતી? કેટલી પોસ્‍ટ ઇન્‍ચાર્જથી ચલાવાય છે? કેટલા સમયથી ઇન્‍ચાર્જ? ૦૩ વર્ષે બદલીનો નિયમ લાગે છે તે વર્ગ ૧ અને ૨માં લાગુ પડે? શા માટે દર ૦૩ વર્ષે બદલી થતી નથી? અંગે માહિતી  માંગી હતી.

જવાબમાં તંત્રએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં નીચે મુજબની વિગતે વર્ગ-૧,૨, અને ૩નું સ્‍ટાફ સેટઅપ મંજુર થયેલ છે. જે પૈકી ભરેલ જગ્‍યાઓની વિગતો આપી હતી.

વર્ગ ૦૧ કુલ મંજુર જગ્‍યાઓ ૩૭ ભરેલી જગ્‍યાઓ ૦૮ ખાલી જગ્‍યાઓ ૨૯, વર્ગ ૦૨ કુલ મંજુર જગ્‍યાઓ ૧૪૯ ભરેલી જગ્‍યાઓ ૧૨૪ ખાલી જગ્‍યાઓ ૨૫, વર્ગ ૦૩ કુલ મંજુર જગ્‍યાઓ ૨૭૯૮ ભરેલી જગ્‍યાઓ ૧૮૩૪ ખાલી જગ્‍યાઓ ૯૬૪, કુલ મંજુર જગ્‍યાઓ ૨૯૮૪ ભરેલી જગ્‍યાઓ ૧૯૬૬ ખાલી જગ્‍યાઓ ૧૦૧૮.

તંત્રએ ભરતી અંગે જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકાની  આર્થિક પરિસ્‍થિતિને ધ્‍યાને રાખીને જરૂરીયાત મુજબ સમયાંતરે જગ્‍યાઓ તાત્‍કાલિક અસરથી ભરવામાં આવે છે. વર્ષ૨૦૨૫માં હાલ વર્ગવાઇઝ ખાલી જગ્‍યાઓ ભરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વર્ગ ૧ની જગ્‍યાની સંખ્‍યા ૨૧, વર્ગ ૨ની જગ્‍યાની સંખ્‍યા ૦૯, વર્ગ ૩ની જગ્‍યાની સંખયા ૨૬૭, વર્ગ ૪ની જગ્‍યાની સંખ્‍યા ૧૨ આમ  એકદંરે કુલ ૩૦૯ જગ્‍યા ભરવા આયોજન છે.

અન્‍ય અધિકારીઓને ચાર્જમાં આસી કમિશનર, ચીફ ફાયર ઓફિસર, સીટી એન્‍જીનીયર(સ્‍પે.) ડાયરેકટર (આઇ.ટી), ડાયરેકટર (પાકર્સ એન્‍ડ ગાર્ડન) નાયબ કમિશનર ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ (સ્‍ટોર) છે.રાજકોટ મહાનગરપાલિકાની વર્ગ-૧ અને ૨ ની જગ્‍યાઓનાં વહીવટી કેડરનાં રિકૂટમેન્‍ટ રૂલ્‍સ અદ્યતન કરવામાં આવેલ અને ટેકનીકલ કેડરનાં અદ્યતન કરવાની કાર્યવાડી ચાલુ છે, જેમાં વર્ગ-૧ ની વહીવટી જગ્‍યાઓની મંજુરી સરકારશ્રીમાં હાલ મંજુરી હેઠળ છે જે મંજુરી મળ્‍યે વર્ગ-૧ ની જગ્‍યાઓ ભરવામાં આવશે.

વર્ગ-ર ની મહત્તમ જગ્‍યાઓ ભરવામાં આવેલ છે અને અમુક જગ્‍યાઓની ભરતી -ક્રિયા હાલ ચાલુ છે

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓની સમયાંતરે બદલી કરવામાં આવે છે. ગત વર્ષમાં ૦૩ વર્ષથી વધુ એક જ જગ્‍યા પર ફરજ બજાવતા લગભગ તમામ વર્ગ-૧/૨ નાં અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કરવામાં આવેલ હોવાનું જવાબમાં જણાવાયું છે

(3:47 PM IST)