તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
જસદણ રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી યતીન્દ્રભાઈ શીલુનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૪: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખાના જનરલ સેક્રેટરી યતીન્દ્રભાઈ દિલીપભાઇ શીલુનો આજે જન્મ દિવસ છે. સોમનાથ સીઝન સ્ટોરના અગ્રણી વેપારી છે. સમાજ સેવાના કાર્યો સતત કરતા રહે છે. ઉંમર નાની અને કાર્યો મોટા એ તેમની ખાસીયત છે. નાની ઉંમરમાં તેમને ઘણી પ્રગતિ કરેલી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નેજા હેઠળ તેઓ જસદણ વિસ્તારમાં અનેકવિધ સેવા કાર્યો કરતા રહે છે. યતિન્દ્રભાઈના દાદા મનુભાઈ શીલુ ઘેલા સોમનાથ મંદિરમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે યતિન્દ્રભાઈએ તેમના દાદાનો સેવાનો વારસો જાળવી રાખ્યો છે. યતીન્દ્રભાઈ શીલુ આજે તેમના જીવનના ૨૦ વર્ષ પૂર્ણ કરીને ૨૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મોબાઈલ ૯૨૬૫૬૮૪૧૮૪ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.(૨૩.૫)
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
