તા. ૨૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર
News of Friday, 23rd May 2025
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પરના તેના વિવાદાસ્પદ નિવેદન બદલ ત્રીજી વખત માફી માંગી
તેમણે મીડિયાના માધ્યથી સૌપ્રથમવાર માફી માંગી બાદ પોલીસ સ્ટેશનમાં FIR કાર્યવાહી દરમિયાન માફી માંગતો વીડિયો અપલોડ કર્યો હતો હવે ફરી મંત્રીએ X હેન્ડલ પર વીડિયો શેર કરી માફી માંગી

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પરના પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ ત્રીજી વખત માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વીડિયોમાં માફી માંગી છે. અગાઉ તેમણે મીડિયાના માધ્યથી સૌપ્રથમવાર માફી માંગી હતી. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં FIR કાર્યવાહી દરમિયાન માફી માંગતો વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે હવે ફરી મંત્રીએ તેમના X હેન્ડલ પર વીડિયો શેર કરીને માફી માંગી છે.
આદિવાસી બાબતોના મંત્રી શાહે પોતાની માફીમાં કહ્યું, "જય હિંદ, થોડા દિવસો પહેલા પહેલગામમાં થયેલા જઘન્ય હત્યાકાંડથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું. મને હંમેશા રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ અને ભારતીય સેના પ્રત્યે આદર રહ્યો છે. મારા શબ્દોથી સમુદાય, ધર્મ અને દેશવાસીઓને દુઃખ થયું છે. તે મારી ભાષાકીય ભૂલ હતી. મારો હેતુ કોઈ ધર્મ, જાતિ કે સમુદાયને દુઃખ પહોંચાડવાનો કે અપમાન કરવાનો નહોતો. હું સમગ્ર ભારતીય સેના, બહેન કર્નલ સોફિયા અને તમામ દેશવાસીઓની મારા અજાણતામાં બોલાયેલા શબ્દો માટે દિલથી માફી માંગુ છું અને ફરી એકવાર હાથ જોડીને માફી માંગુ છું."
વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયા પછી મંત્રી વિજય શાહે મીડિયા સાથેની વાચતીતમાં સૌપ્રથમ માફી માંગી હતી. આ પછી પોલીસ સ્ટેશનમાં FIR કાર્યવાહી દરમિયાન માફી માંગતો વીડિયો અપલોડ કર્યો હતો. હવે તેમણે ત્રીજી વખત માફી માંગી છે. આ કેસમાં મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર એક SIT ની રચના કરી છે, જે 28 મે સુધીમાં કોર્ટમાં પોતાનો તપાસ અહેવાલ રજૂ કરશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
