News of Saturday, 24th May 2025
હોંગકોંગઃ વહુને ગિફ્ટમાં આપ્યા ૨૧૦૦ કરોડ રુપિયા
દરેક છોકરી ઈચ્છે કે આવા સસરા મળે!

હોંગકોંગ તા.૨૪: એક સમયે ફિલ્મોની ગ્લેમરસ દુનિયામાં જોવા મળતી કેથી ચુઈ આજે એશિયાના સૌથી ધનિક બિઝનેસ પરિવારો પૈકી એકની પાવરફુલ સભ્ય છે. હોંગકોંગના રિયલ એસ્ટેટ કિંગ લી શાઉ કીની પુત્રવધૂ બન્યા પછી કેથી ચુઇનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. પરંતુ આ પરિવર્તન ફક્ત શોહરત પૂરતું મર્યાદિત નહોતું, તેણીને તેના સ્વર્ગસ્થ સસરા પાસેથી અઢળક સંપત્તિ જ નહીં, પણ બિઝનેસ વારસો પણ મળ્યો હતો જેને તે હવે નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે.
માર્ચ ૨૦૨૫માં ૯૭ વર્ષની વયે અવસાન પામેલા લી શાઉ કી માત્ર એક બિઝનેસમેન જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજ માટે એક ઉદાહરણ પણ હતા. તેમણે તેમની પુત્રવધૂ ચુઈને લગભગ ણ્ધ઼્૨ અબજ (રૂ.૨,૧૦૦ કરોડ) ની ભેટ આપી - જેમાં જમીન, યાટ્સ, તેના બાળકો માટે એજ્યુકેશન ફંડ અને એક ભવ્ય મેન્શનનો પણ સમાવેશ થાય છે. પરંતુ કેથીની કહાની અહીં જ પૂર્ણ થતી નથી. આજે તેણી આ ભેટને અબજોના ઇન્વેસ્ટમેન્ટમાં ફેરવી રહી છે અને ગ્લોબલ બિઝનેસ લેન્ડસ્કેપમાં પોતાને એક મજબૂત ઇન્વેસ્ટર તરીકે સ્થાપિત કરી ચૂકી છે.
લી શાઉ કીએ કેથીને આપેલી ભેટોમાં રૂ.૫૩ કરોડ (તેમના બાળકો માટે) નું એજ્યુકેશન, રૂ.૧,૯૩૦ કરોડની જમીન, રૂ.૧૧૭ કરોડની લક્ઝરી યોટ અને એક વૈભવી મેન્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક બાળકના જન્મ પર લકી મની વાળા રેડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. તેમના ચોથા બાળકના જન્મ પર, લીએ તેમના ૧,૫૦૦ કર્મચારીઓને પ્રતિ વ્યક્તિ રૂ. ૧.૦૬ લાખ (HK$૧૦,૦૦૦) નું બોનસ પણ વહેંચ્યું હતું.
૪૩ વર્ષીય કેથી આજે માત્ર એક સેલિબ્રિટી નથી પણ એક દિગ્ગજ રોકાણકાર પણ બની ચૂકી છે. સિન ચ્યુ ડેઇલીના અહેવાલ મુજબ, તેણે તેના સ્વર્ગસ્થ સસરા પાસેથી વારસામાં મળેલી મિલકતોનો લાભ લઈને યુકેમાં રીટાયરમેન્ટ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં HK$૫ બિલિયન (લગભગ રૂા.૫૪,૦૦૦ કરોડ)નું રોકાણ કર્યું છે. તેના દ્વારા ઘણા સમાજ સેવાના પણ કામ કરવામાં આવે છે- ટેટલર એશિયાએ તેમના સેવાકીય કાર્યો માટે તેમની પ્રશંસા કરી છે અને ૨૦૧૮માં તેમને amfAR Award of Courageથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લી શાઉ કી એશિયાના સૌથી ધનિક લોકોમાંના એક હતા, જેમણે હોંગકોંગના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટું નામ હેન્ડરસન લેન્ડ ડેવલપમેન્ટ દ્વારા અઢળક સંપત્તિ બનાવી હતી. તેમણે ફક્ત તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ મોટું યોગદાન આપ્યું. હોંગકોંગ અને ચીનને શિક્ષણ અને હેલ્થ કેરમાં લાખો રૂપિયાનું દાન આપ્યું હતું.
કેથી ચુઈનું યુકેમાં નવું રોકાણ દર્શાવે છે કે કેવી રીતે ઉચ્ચ આવક ધરાવતા એશિયનપરિવારો હવે યુકે જેવા ગ્લોબલ અને સ્થિર બજારોમાં વૈવિધ્યસભર રોકાણો તરફ આગળ વધી રહ્યા છે. HK$5 અબજની ડીલ એ પણ દર્શાવે છે કે ચુઇ હવે લી પરિવારના બિઝનેસ એમ્પાયરમાં વધુ મજબૂત ભૂમિકા ભજવે છે.
ચાઇનીઝ પરંપરામાં શુભ અવસરો જેવા કે જન્મ દિવસ કે નવું વર્ષ પર રેડ પેકેટ (લકી મની) આપવા શુભ માનવામાં આવે છે. પરંતુ લી દ્વારા તેમના પૌત્રોને જન્મદિવસ પર આપવામાં આવેલ ધન, તેમની અઢળક સંપત્તિ અને પરીવાર પતિ તેમના પ્રેમનું પ્રતિક હતો.
આપને જણાવી દઇએ કે, તાજેતરના વર્ષોમાં હોંગકોંગના રિયલ એસ્ટેટ માર્કેટને રાજકીય અને આર્થિક અનિヘતિતાઓની અસર થઈ છે. આવી સ્થિતિમાં, કેથી ચુઈનું યુકેમાં રોકાણ કદાચ એક સ્ટ્રેટેજીક પગલું છે જે પ્રાદેશિક જોખમો સામે બચાવના માધ્યમ તરીકે કાર્ય કરી શકે છે(૩૮.૫)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
