તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 24th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી ઉકળાટઃ પવનના સૂસવાટા
કમોસમી વરસાદ-મીની વાવાઝોડુ ફુંકાતા પાકને ભારે નુકશાનઃ ખેડૂતો હેરાન પરેશાન

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી અસહ્ય ઉકળાટ યથાવત છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મીની વાવાઝોડુ ફુંકાતા ખેડૂતો હેરાન પરેશાન છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮, મહત્તમ તાપમાન ૩૭.૪, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ૧૪.પ કિ. મી. રહી હતી.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદ :.. ગઈકાલે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદપડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામેલ.
ગઈકાલે સાંજે છ વાગ્યા બાદ પૂર્વ તરફથી શરૂ થયેલ ભારે પવન વરસાદી વાદળોને પણ ખેંચી લાવતા લગભગ ૨૦ થી ૨૫ મિનિટ સુધી વરસાદી વાતાવરણ ઊભું થયેલ હતું.
ભારે પવન સાથે વરસાદ ના કારણે અજાબ રોડ તથા જૂનાગઢ રોડ ખાતે કેટલાક વળક્ષો ધરાસઈ થયા હતા. માર્ગ પર વળક્ષો પડતા પરિણામે અસંખ્ય વાહનો માર્ગ પર ઠપ થઈ જવા પામેલ હતા.
ગઈકાલે સાંજે પવનસાથેના વરસાદ બાદ આજ સવારથી પુનઃ બફારો શરૂ થયેલ હોય તે જોતા વધુ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી :. અમરેલી જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન અસહસ્ય તાપ ઉકળાટ બાદ સાંજના ચાર પછી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મીની વાવાઝોડું ત્રાટકયું હતું અને રાત્રિના ૮ કલાક સુધી વીજળીના ભયંકર કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી જતા કુકાવાવમાં સવા છ ઈચ, બાબરામાં સાડા ત્રણ ઇંચ, લાઠીમાં પાંચ, લીલીયામાં સવા ચાર, અમરેલીમાં સવા છ, બગસરામાં સાડા છ, ધારીમાં સવા ચાર, સાવરકુંડલામાં સવા છ, ખાંભામાં બે, જાફરાબાદમાં પોણા બે, રાજુલામાં અઢી ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું જોરદાર પવનના કારણે છત ઉપર રહેલ હજારો લોકોની સોલાર પેનલ ઉડી ગઈ હતી અમરેલીના જાહેર રસ્તા નાના જૂનાબસ સ્ટેન્ડ ચોક, સેન્ટર પોઇન્ટ, હીરા મોતી ચોક,લાઠી રોડ મીની તળાવમાં ફેરવાઈ ગયું હતું સાંજના છ કલાકથી આખા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને પીજીવીસીએલના સ્ટાફે ભયંકર વાવાઝોડા માં પોતાની ફરજ બજાવી રાત્રિના દસ કલાક સુધીમાં વીજ પુરવઠો ફરી શરૂ કર્યો હતો હજારો થાંભલા અને વળક્ષોનો શોથ બોલી ગયો હતો પરિણામે વાહન વ્યવહાર ઉપર મોટી અસર થઈ હતી વેપારીઓ ડરના માર્યા દુકાનો બંધ કરી ઘરે જતા રહ્યા હતા કો મોસમી વરસાદથી જિલ્લાના નાના મોટા ડેમોમાં પાણીની આવક થઈ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
