<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે: કોણ કેપ્ટન બનશે: ભારે ઉતેજના

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરતા ટેસ્ટ ટીમ પર નજર રહેશે :રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટેમાં કેપ્ટન કોને બનાવશે?

મુંબઈ : આગામી 3 જૂનના રોજ આઈપીએલની ફાઈલન રમાશે. ત્યાર પછી આવતા મહિને ભારતની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થશે.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરતા ચાહકોની નજર ટેસ્ટ ટીમ પર રહશે. સાથે રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટેમાં કેપ્ટન કોને બનાવશે તેના પર પણ બધાનું ધ્યાન રહેશે. ટીમ ઈન્ડિયાના ચિફ સિલેક્ટર અજીત અગરકર આજે ટીમની જાહેરાત કરશે.

(1:08 PM IST)