News of Saturday, 24th May 2025
હિરલબા અને સાગરિત હિતેશ ઓડેદરાની વધુ દિવસની રિમાન્ડની માંગણી કોર્ટ દ્વારા નામંજુરઃ જેલહવાલે
સાયબર ગુન્હામાં બે દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં વધુ દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: સાયબર ગુન્હામાં મહિલા અગ્રણી હિરલબા જાડેજા અને તેના સાગરિત હિતેશ ઓડેદરાની ર દિવસની રિમાન્ડ પૂર્ણ થતાં આ બન્નેને વધુ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે હિરલબા અને સાગરિત હિતેશના વધુ દિવસના રિમાન્ડ નામંજુર કરતા બન્નેને જેલ હવાલે કરેલ છે.
લાખોની લેતી દેતી પ્રશ્ને ત્રણ વ્યકિતઓને ગોંધીને માર મારવાના ગુનામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાતા જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરિતનો કબ્જો લીધો હતો અને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
મહિલા અગ્રણી હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હા બાદ પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં બેન્ક મેનેજરના નિવેદન બાદ પોલીસે હિરલબા સહિત છ શખ્સ સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ . સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તેઓએ પૂર્વઆયોજિત કાવતરૂ રચી ગરીબ લોકોની જાણ બહાર બેન્કમાં ખાતા ખોલાવી સાઇબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોના રૂપિયા તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. કરોડો રૂપિયાના ટર્નઓવરવાળા આ ખાતામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબાની તથા તેમના સાગરીત હિતેશ ઓડેદરાને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારપછી બન્નેના વધુ દિવસની રિમાન્ડની મા઼ગણી નામંજુર કરેલ છે. સાતે સાયબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા જાડેજા અને સાગરિત હિતેશ ઓડેદરાએ કરેલી જામીન અરજીઓ કોર્ટે નામંજુર કરી છે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
