તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના નવા હોદેદારોની સર્વાનુમતે વરણીઃ પ્રમુખપદે ભરતભાઇ પટેલ
સમગ્ર રાજયમાં એક લાખ સભ્યો ધરાવતા : * ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઇ પટેલ, એકઝીકયુટીવ મેમ્બરો તરીકે ડો. રીચાબેન દયારામાણી, રસિકભાઇ પટેલ અને ડો. અનિલકુમાર નાયકઃ પી.સી.આઇ. નોમીની તરીકે જશુભાઇ ચૌધરી * રજીસ્ટ્રારની સહી સાથે કુલ ૧૭ સભ્યોનું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું: નવી બોડીની ટર્મ પાંચ વર્ષની હશે * ફાર્મસી વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવાનો વિશ્વાસ અકિલા સમક્ષ વ્યકત કરતા નવનિયુકત પ્રમુખ ભરતભાઇ પટેલ

રાજકોટ તા.૨૪: સમગ્ર રાજયમાં અંદાજે એક લાખ જેટલા ફાર્માસીસ્ટસ- સભ્યો ધરાવતા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે વિજાપુરના અગ્રણી શ્રી ભરતભાઇ પટેલની પસંદગી કરવામાં આવી છે. સાથે-સાથે ઉપપ્રમુખ તરીકે અમદાવાદના શ્રી કશ્યપભાઇ અનિલભાઇ પટેલ, એકઝીકયુટીવ કમિટી મેમ્બરો તરીકે આદિપુર કચ્છના ડો.રીચાબેન એ. દયારામાણી, સુરતના શ્રી રસિકભાઇ રામદાસભાઇ પટેલ અને અમદાવાદના ડો.અનિલકુમાર જયદેવભાઇ નાયક (મેમ્બર- ઇન્ડિયન મેડીકલ એસોસીએશન)ની વરણી કરવામાં આવી છે.
ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)ના નોમિનિ મેમ્બર તરીકે શ્રી જશુભાઇ હિરાભાઇ ચોૈધરીને નિયુકત કરવામાં આવ્યા છે.
ગઇકાલે સાંજે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદના રજીસ્ટ્રારની સહી સાથે જાહેર કરાયેલા નોટીફીકેશનમાં કુલ ૧૭ સભ્યોની નવી બોડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ઉપરોકત હોદેદારો ઉપરાંત સભ્યો તરીકે ડો.તન્મય નટવરભાઇ પટેલ, શ્રી ભીખાભાઇ બાલાભાઇ ગોવાણી, શ્રી હસમુખ કાળુભાઇ વાઘેલા, શ્રી જીતુલ ભીખાભાઇ પટેલ, શ્રી સત્યેન મનુભાઇ પટેલ, શ્રી હિતેન્દ્રકુમાર એન. પટેલ, હોદાની રૂએ ગુજરાતના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટના કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર, બરોડા ડ્રગ લેબોરેટરીના જુનિયર સાયન્ટીફીક ઓફીસર ઉપરાંત ડો. મોન્ટુ કુમાર મુકેશકુમાર પટેલ અને શ્રી રાજેશ રમણભાઇ રોહિતનો સમાવેશ થાય છે. સર્વાનુમતે ચુંટાયેલી નવી બોડીની ટર્મ પાંચ વર્ષની રહેશે.
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના નવનિયુકત પ્રમુખ શ્રી ભરતભાઇ બલદેવભાઇ પટેલે (મો.નં. ૯૮૨૫૧ ૫૮૧૪૮) અકિલા સાથેની વાતચીતમાં ફાર્મસી વ્યવસાયને નવી ઊંચાઇ ઉપર લઇ જવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ફાર્મસી વ્યવસાયનું કદ દિવસે-દિવસે વધી રહ્યું છે. ત્યારે સમાજ તથા સભ્યોના હિતોને ધ્યાને રાખીને નિતિ-નિર્માણના કાર્યો કરવામાં આવનાર હોવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે. સર્વાનુમતે વરણી થયેલા તમામ સભ્યો ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
