<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટને કારણે 1 નંબરનું સિગ્નલ લગાવાયું

જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટના દરિયામાં ભરતી: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

 સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવ્યો છે, દરિયાકાંઠે પવન સાથે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવ્યુ છે.  જૂનાગઢના માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો  જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટને કારણે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટના દરિયામાં ભરતી જોવા મળી રહી છે. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા.


 

(6:59 PM IST)