તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
મેટોડા જીઆઇડીસી પોલીસે મોબાઇલ ફોન ઝુંટવી લેતા રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા
મેટોડા અને રાજકોટમાં ફોન ઉપર વાત કરતા મજાુરોના મોબાઇલ ઝુંટવી લઇ નાસી જતાઃ અડધો ડઝન મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

રાજકોટ તા. ર૪: મેટોડા જીઆઇડીસી પોલીસે મેટોડા અને રાજકોટમાં ફોન ઉપર વાત કરતા મજુરોના મોબાઇલ ઝુંટવી નાસી જતા રાજકોટના બે શખ્સોને ઝઠડપી લઇ પૂછતાછ કરતા અડધો ડઝન મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મજુરી કામ કરી પોતાના ઘરે કે ખરીદી કરવા નીકળતા પરપ્રાંતીય મજુરોના હાથ માંથી મોબાઇલ ફોન જુટવી એક્ટીવા ચાલક બેલડી લઇ જતી હોવાના બનાવો કુલ-૦૬ અલગ અલગ ઇ-એફ.આઇ.આર, દાખલ કરાવવામાં આવેલ.
આ બનાવમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગના સુપરવિઝન તથા મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેના પો.ઇન્સ. એસ.એચ.શર્મા ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. શક્તિસિંહ પ્રહલાદસિંહ જાડેજા નાઓએ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસ ‘‘નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ'' રાજકોટ ગ્રામ્ય ની મદદથી મોબાઇલ ચીલ ઝડપ કરનાર (૧) અયાન ઇસ્માઇલભાઈ રીડાણી, ધંધો-મજુરી રહે. સીયાણીનગર, ભવાની ચોક, જંગલેશ્વર, રાજકોટ તથા (૨) સાહીલ ઉર્ફે ડેવીલ હમીરભાઇ નારેજા, ધંધો-મજુરી રહે,રસુલપરા શેરી નં.૧૭, કોઠારીયા સોલ્વન્ટને ચોરાઉ ૧૬ મોબાઇલ ફોન કિ. ૬૦,૦૦૦ તથા ગુન્હામાં વપરાયેલ બે વાહનો મળી કુલ ૪.૩૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્નેએ મેટોડા જીઆઇડીસીમાં ૬ મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પકડાયેલ આરોપીઓ મેટોડા જી.આઇ.ડી.સી. તથા રાજકોટ શહેર વિસ્તારમાં મો.સા. માં ડબલ સવારીમાં આવી ફોન ઉપર વાત કરતા પરપ્રાંતિય મજુરોના હાથ માંથી ફોન ઝુટવી નાશી જતા હતા. પકડાયેલ સાહીલ ઉર્ફે ડેવીલ હમીરભાઇ નારેજા વિરૂધ્ધ રાજકોટ ભકિતનગર પોલીસ મથકમાં બે ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ.શર્મા પો.હેડ.કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, હરેશભાઈ કરશનભાઇ, જસમતભાઈ આંબાભાઇ, ઉપેન્દ્રસિંહ જીતુભા, પો.કોન્સ. રવુભાઇ ટપુભાઇ, લક્કીરાજસિંહ બાબુભા, શક્તિસિંહ પ્રહલાદસિંહ તથા ‘‘નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ'' રાજકોટ ગ્રામ્યના પો.કોન્સ અક્ષયરાજસિંહ અનિરૂધ્ધસિંહ સહિતનાએ કરી હતી.
(3:51 PM IST)










