તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
શ્રી જીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
‘વિશ્વાસનો શ્વાસ સંપૂર્ણ આધુનિક ટ્રોમાસેન્ટર, આઇ.સી.યુ., એન.આઇ.સી. યુ. મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ આશરે ૭૦ બેડની સુવિધાઓ સાથે સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ તેમજ બહેનો-ભાઇઓ માટેના અલગ અલગ જનરલ વોર્ડની સુવિધાઓ સાથેનું ભુમી પુજન કરતા નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના

(નરેન્દ્રભાઇ સોલંકીના) પુત્રો અશોકભાઇ સોલંકી તેમજ ભાર્ગવભાઇ સોલંકી
રાજકોટઃ શ્રી જીવરાજગૃપના પ્રણેતા નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી)ના સુપુત્ર અશોકભાઇ સોલંકી તેમજ ભાર્ગવભાઇ સોલંકી દ્વારા શ્રી નરેન્દ્રબાપુના સેવાકીય પ્રવૃતિ તેમજ માનવતાવાદી પ્રવૃત્તિના એક ભાગ સ્વરૂપે બન્ને ભાઇઓ દ્વારા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના મધ્યમવર્ગના લોકોની બીઝનેશના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિમાં ઓપ આપવા માટે થઇ અને વાવડી પ૦ ફુટના રોડ ઉપર શ્રી બિલેશ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટની સામે શ્રી જીવરાજગૃપ દ્વારા ‘‘શ્રી જીવરાજ મલ્ટીપ્લસ હોસ્પિટલ'' બનાવવા માટેનું ભુમી પુજન કરવામાં આવેલ છે.
શ્રી જીવરાજ મલ્ટીપ્લસ હોસ્પિટલની અંદર એક બિલ્ડીંગમાં આશરે ૭ માળની તેમજ બાજુમાં જ બીજા બિલ્ડીંગમાં આશરે ૪ માળની હોસ્પિટલમાં ૭૦ રૂમની વ્યવસ્થાઓ માટેનું બિલ્ડીંગનું ભુમી પુજન કરવામાં આવેલ છે. આ હોસ્પિટલનું બિલ્ડીંગ તાત્કાલીકના ધોરણે અંદાજે એક થી દોઢ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ની પ્રજાને આ હોસ્પિટલનો લાભ મળે તેવો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવાયું.
આ હોસ્પિટલની અંદર ૧૪ બેડની આઇ.સી.યુ. યુનિટની વ્યવસ્થાઓ રાખવામાં આવશે, ૧૦ બેડની એન.આઇ.સી.યુ.ની વ્યવસ્થાઓ કરવામાં આવશે. મલ્ટીપ્લસ પ્રકારનું એક મોડયુલર ઓપરેશન થયેટર રાખવામાં આવશે તેમજ ર મલ્ટીપ્લસ પ્રકારના પણ નાના ઓપરેશન થિયેટરો રાખવામાં આવશે. બહેનો માટેનું ગાયનેકનું ખાસ ઓપરેશન થયેટર અલગથી જ રાખવામાં આવશે. તેમ કુલ મળી અને ૪ ઓપરેશન થિયેટરો, એકસરે વિભાગ, લેબોરેટરીની સુવિધા, મેડીકલ, સોનોગ્રાફીની સુવિધા, પોર્ટેબલ એકસરે મશીનની સુવિધા, તેમજ આ બિલ્ડીંગની અંદર ઇન્ડોર સીસ્ટમ સંપૂર્ણ પણે અલગથી રાખવામાં આવશે. તેમજ તેમનું બિલ્ડીંગ પણ અલગથી રહેશે. તેમજ બીજા વિભાગની અંદર વેઇટીંગ રૂમ, કન્સટીંગ રૂમ દરેકની વ્યવસ્થાઓ અલગથી રાખવામાં આવશે. જેમાં જનરલ ફીઝીશ્યન, જનરલ સર્જન,ઓર્થોપેડીક સર્જન, પિડીયાટ્રીશ્યન (બાળકોના નિષ્ણાંત) ગાયનેક વિભાગમાં લેડીઝ તેમજ જેન્ટસ બન્ને(ષાીરોગ નિષ્ણાંત) તેમજ આઇ.વી.એફ.ની સંપૂર્ણ સુવિધાથી પૂર્ણ, ટ્રોમોસેન્ટર સાથેની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું ભુમીપુજન કરવામાં આવેલ છે.
(3:01 PM IST)










