તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
છેલ્લા 24 કલાકમાં રાજયના 18 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો:સૌથી વધુ અમરેલી તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ,
4 તાલુકામાં 1 થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો:10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 4 તાલુકામાં 1 થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 10 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં સૌથી વધુ 3.39 ઇંચ, જુનાગઢના મેંદરડામાં 1.73 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઇંચ, જુનાગઢના માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવાર(23 મે, 2025)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24-25 મેના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
