<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

કાલે UPSCની પરીક્ષાઃ ૧ર કેન્‍દ્રોઃ ૩૧પ૭ ઉમેદવારો

જડબેસલાક બંદોબસ્‍તઃ ત્રણ ડે. કલેકટરોને જવાબદારીઃ બે પેપરઃ પુરવઠામાં કન્‍ટ્રોલ રૂમ

રાજકોટ, તા. ૨૪: યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.૨૫ મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-૨૦૨૫ રાજકોટ જિલ્લાના ૧૨ કેન્‍દ્રો ખાતે યોજાશે.

કુલ ૩૧પ૭ ઉમેદવારો પરીક્ષા આપશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં. ૦૨૮૧- ૨૪૭૬૮૯૧ છે.

પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્‍દ્ર પર ઉમેદવારો માટે પ્રવેશ પેપર શરૂ થતા પહેલા ૩૦ મિનીટ પહેલા બંધ કરવામાં આવશે. ઉમેદવારએ ઈ-એડમીટ કાર્ડ સાથે પ્રવેશ મળશે. ઈ-એડમીટ કાર્ડમાં કમિશન દ્વારા અપાયેલ સુચનાઓનો તમામ ઉમેદવારોએ અભ્‍યાસ કરવો જરૂરી છે. મોબાઈલ ફોન, અન્‍ય આઇ.ટી, કે ઇલેક્‍ટ્રોનિક્‍સ ગેજેટસ, સ્‍માર્ટ/ડિજીટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ, કોઇ કિંમતી વસ્‍તુઓ (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) પરીક્ષા સ્‍થળે લઇ જઇ શકાશે નહીં. આ વસ્‍તુઓ સાચવવા માટે પરીક્ષા સ્‍થળ પર કોઇ વ્‍યવસ્‍થા ન હોવાથી આ કિમતી વસ્‍તુઓની સાચવણીની વ્‍યવસ્‍થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. ઉક્‍ત વસ્‍તુઓ પૈકી કોઇ પણ ગુમ થવાના કિસ્‍સામાં કમિશન જવાબદાર રહેશે નહી.

ઉમેદવાર પરીક્ષા કેન્‍દ્રની અંદર ફક્‍ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્‍સીલ, આઈડેન્‍ટીટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્‍તુઓ જ લઇ જઇ શકે છે. ઉપરોક્‍ત બાબતોની તમામ ઉમેદવારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે, દરમિયાન પરીક્ષા અંગે કલેકટરે ત્રણ ડે. કલેકટરોને નોડલ ઓફીસર તરીકે જવાબદારી સોંપી છે.

(11:39 AM IST)