તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
ઢેબર ગામે ટ્રેકટર ઉપર બેસી રમતી વેળા કંઇક કરતા ટ્રેકટર ચાલુ થઇ જતા કુવામાં પડતા એક બાળકનું મોત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૪: ભાણવડના ઢેબર ગામ પાસે વાડી વિસ્તારમાં એક ટ્રેકટર પર બેઠેલા બે બાળકો રમતમાં ટ્રેકટર સાથે કંઇક કરતા ટ્રેકટર ચાલુ થઇને વાડીના ઉંડા કુવામાં પડતા એક મુસ્લીમ બાળકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે ઢેબર ગામે મામદ જુમા હિંગોરાની વાડીએ ટ્રેકટર ટ્રોલી સાથે કુવાથી ૪૦ ફુટ દુર પડેલું તેના પર બે બાળકો હતા જેમાં ટ્રેકટર ચાલુ થઇને ધડાકા સાથે નજીકના કુવામાં ટ્રોલી સાથે પડી ગયું હતું. અવાજ થતાં નજીકના લોકો તુરંત આવી ગયા હતા તથા કુવામાં ડુબકી લગાવી તથા કુવાનું પાણી મોટરોથી ખેંચીને બાળકોને બચાવવા કોશીષ કરતા એક બાળક બચી ગયેલ જયારે ઇબ્રાહીમ મામદ જુસબ હિંગોરા (ઉ.વ.૧૩) વાળો ટ્રેકટર નીચે દબાઇ જતાં મૃત્યુ પામ્યો હતો. બનાવની જાણ થતાં ભાણવડ પોલીસ અધિકારીઓ, મામલતદાર વિ.ઘટનાસ્થળે પહોંચ્યા હતા તથા ક્રેઇનની મદદથી ટ્રેકટર ટ્રોલી કુવામાંથી કાઢી હતી. પણ એક બાળકનું મૃત્યુ થઇ ગયું હતું.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
