તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
તથ્ય પટેલને હાઈકોર્ટે આપ્યા ચાર દિવસના હંગામી જામીન
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત

અમદાવાદ,તા.૨૪: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ૧૯ જુલાઈ, ૨૦૨૩ના રોજ થયેલા ગંભીર અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે તેની માતાના ઓપરેશનને કારણે મેડિકલ ગ્રાઉન્ડ પર ૨૬ મે, ૨૦૨૫ના સવારે ૬ વાગ્યાથી ૨૯ મે, ૨૦૨૫ના રાત્રે ૯ વાગ્યા સુધી ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે શરત મૂકી છે કે જો ૨૬ મેના રોજ તેની માતાનું ઓપરેશન નહીં થાય તો તથ્યએ તાત્કાલિક સરેન્ડર કરવું પડશે. જામીન દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેની સાથે સુરક્ષા બંદોબસ્તમાં રહેશે. અગાઉ તથ્યને સાત દિવસના હંગામી જામીન મળ્યા હતા, પરંતુ ઓપરેશન ન થતા તેણે સરેન્ડર નહોતું કર્યું, જેની નોંધ કોર્ટે લીધી.
સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે તથ્યના માતા-પિતાએ જ ડૉક્ટર પાસેથી ૨૬ મેની તારીખ માગી હતી, અને ઓપરેશનમાં તથ્યની હાજરી જરૂરી નથી. વકીલે એમ પણ દલીલ કરી કે અગાઉ મળેલા જામીન દરમિયાન ઓપરેશન ન થયું હોવા છતાં તથ્યએ સરેન્ડર નહોતું કર્યું, જેના કારણે ડોક્ટરના સર્ટિફિકેટની ચકાસણી માટે સમય માંગવામાં આવ્યો હતો.
૧૯ જુલાઈ, ૨૦૨૩ના રોજ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે તથ્ય પટેલે ૧૪૧.૨૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભીડ પર ચડાવી દીધી હતી, જેમાં ૯ લોકોના મોત થયા અને ૧૩ લોકો ઘાયલ થયા. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ત્ભ્ઘ્ની કલમ ૨૭૯ (રશ ડ્રાઇવિંગ), ૩૦૪ (હત્યા ન ગણાતી હત્યા), ૩૦૮ (હત્યાનો પ્રયાસ), ૩૩૭, ૩૩૮ (લાપરવાહીથી ઇજા), ૫૦૪ (શાંતિ ભંગના ઇરાદે અપમાન), ૫૦૬(૨) (ગુનાહિત ધમકી), ૧૧૪ (ઉશ્કેરણી) અને ૧૮૮ (સરકારી આદેશનું ઉલ્લંઘન) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪(b) હેઠળ ગુનો નોંધાયો છે.(૪૦.૫)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
