તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
ઓએમજી.....ટ્ર્મપે એપલ બાદ હવે આ કંપનીને બનાવી નિશાન

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ગઈકાલે એપલને દેશની બહાર ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી હતી. ત્યારબાદ ટ્રમ્પે સ્પષ્ટતા આપી હતી કે, આ ટેરિફ માત્ર એપલ પર જ નહીં, પણ સેમસંગ જેવા અન્ય સ્માર્ટફોન મેકર્સ પર પણ લાગુ થશે. ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકને જણાવ્યું હતું કે, જો તેઓ અમેરિકાની બહાર ભારત સહિત અન્ય દેશોમાં આઈફોનનું ઉત્પાદન કરશે તો તેમણે પ્રોડક્ટ વેચવા માટે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ પર આ જાહેરાત કર્યા બાદ વ્હાઈટ હાઉસ ખાતે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અમેરિકામાં વેચાણ કરતી સેમસંગ સહિત કોઈપણ સ્માર્ટફોન કંપની પર આ ટેરિફ લાગુ થશે. એપલ અમેરિકામાં અફોર્ડેબલ આઈફોનના ઉત્પાદન કરી શકે છે. તેની મોટાભાગની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ઓટોમેટેડ બની છે. આ સુવિધા સાથે તે વધુ સરળતાથી અને ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે છે. એપલ હાલ અમેરિકામાં 6 કરોડ આઈફોનનું વેચાણ કરે છે. ટ્રમ્પના આ ટેરિફની ભીતિ માત્ર એપલ સુધી સીમિત નથી. તેમણે પોલિસીમાં સ્પષ્ટતા આપી છે કે, તેની અસર દક્ષિણ કોરિયન કંપની સેમસંગ પર પણ થશે. સેમસંગ પણ અમેરિકામાં મોટાપ્રમાણમાં સ્માર્ટફોનનું વેચાણ કરે છે. પરંતુ તેના મોટાભાગના ઉત્પાદન દક્ષિણ કોરિયા, વિયેતનામ, ભારત અને બ્રાઝિલમાં થાય છે. વર્ષો પહેલાં ચીનમાંથી એક્ઝિટ લીધા બાદ પણ સેમસંગ અમેરિકામાં ઉત્પાદન કરતી નથી. તેથી તેણે પણ આ ટેરિફ ચૂકવવો પડશે. આ સિવાય અમેરિકામાં વેચાણ કરી રહેલા અન્ય કોઈપણ ફોન મેકર પર ટેરિફ લાગુ થશે. નહીં તો આ નિયમ અન્યાયી ગણાશે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
