તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
પોરબંદર નવરંગ સાહિત્ય સંગીત કલા સંસ્થા દ્વારા ૩ દિવસીય ફોટોગ્રાફી પ્રદર્શન
ફોટોગ્રાફીના શોખીનોને ફોટા મોકલી આપવા અનુરોધઃ ફોટોગ્રાફરો ફોટાનું વેચાણ કરી શકશે

પોરબંદર, તા.૨૪: નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા છબીકલા શોખીનો માટે એક અનોખું મંચ લાવવાનું આયોજન હેઠળ તા.૬ થી ૮ જૂન સુધી, ત્રણ દિવસ માટે ફોટોગ્રાફી પ્રદર્શન યોજવામાં આવશે.
આ ફોટો પ્રદર્શનનો મુખ્ય હેતુ પોરબંદર તથા આજુબાજુના વિસ્તારોમાં રહેલા ફોટોગ્રાફી શોખીનોની સર્જનાત્મકતા અને દૃષ્ટિકોણને જનસામાન્ય સમક્ષ લાવવાનો છે. નવરંગ નવા યુગની અભિવ્યક્તિને એક મજબૂત મંચ આપવા માંગે છે, જ્યાં દરેક ફોટોગ્રાફ પોતાની અનોખી વાત કહે.
આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા ઈચ્છતા લોકો કોઈપણ વિષય પર પોતાના ફોટો પ્રદર્શિત કરી શકશે. દરેક ભાગ લેનારને મહત્તમ ૬ ફોટોગ્રાફ પ્રસ્તુત કરવાની છૂટ આપવામાં આવશે. ફોટોગ્રાફ ૧૨x૧૮ ઇંચના માપ સાથે માઉન્ટ અથવા ફ્રેમિંગ કરેલ હોવા જોઈએ. ફક્ત વ્યક્તિગત રીતે ક્લિક કરેલા ફોટોગ્રાફ જ માન્ય રહેશે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા કે AI-જનરેટેડ ફોટો પ્રદર્શિત નહીં કરી શકાય.
આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ તા.૨૫ મે સુધીમાં પોતાના ફોટોગ્રાફ પ્રિન્ટ અથવા ડિજિટલ સ્વરૂપે પસંદગી માટે ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટર, રામ ગેસ્ટ હાઉસ સામે, આઝાદ ગેસ પાસે, પોરબંદર ખાતે મોકલી આપવાના રહેશે. આયોજકો દ્વારા પસંદ કરાયેલા ફોટોગ્રાફ્સનું જ પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન દરમિયાન ફોટોગ્રાફરો પોતાના ફોટોગ્રાફ્સનું વેચાણ પણ કરી શકશે. ફોટો પસંદગી અને પ્રદર્શન સંબંધિત આયોજકોનો નિર્ણય અંતિમ ગણાશે.
ફોટોગ્રાફી કરનારાઓને કલાપ્રેમી જનતા સમક્ષ ફોટા મુકવા સંસ્થાના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, મંત્રી ડો.તોહલ જોશી, તથા સંયોજક ટીમ ડો.સિદ્ધાર્થ ગોકાણી, ડો.યેશા શાહ અને પૂજા રાજા અને નવરંગની સમગ્ર ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી પ્રદર્શનની વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૮૨૬૪૧ ૦૧૨૫૩ પર સંપર્ક કરવા નવરંગ સાહીત્ય સંગીત કલા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
