તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
પર્યાવરણની જાળવણી આપણા સૌની જવાબદારીઃ મેહુલ દવે
ગાંધીનગર જિલ્લામાં પર્યાવરણ દિવસ ઉજવાશે

રાજકોટ, તા. ર૪: વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આગામી તા. ૫ જૂન સુધી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત' વિષય પર લોકજાગળતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગળતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.
જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા લોકજાગળતિના કાર્યક્રમો અને સફાઇ અભિયાનો હાથ ધરાશે. જેમાં વન સંરક્ષિત વિસ્તારોમાં અને તેની આસપાસ સફાઈ ઝુંબેશ, ઉદ્યોગોને પ્લાસ્ટીક મુકત અભિયાન સંદર્ભે સંવેદનશીલ બનાવાશે.
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેએ આ અંગે જણાવ્યા અનુસાર, પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જિલ્લાના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગળત અને કટિબદ્ધ બને તે માટે કલેકટરશ્રી સહિત જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
