<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સરકાર વકફ બિલ પર પીછેહઠ કરવા તૈયાર નથી અમિતભાઇ શાહે કહ્યું- આ સત્રમાં જ બિલ આવશે

ગૃહમંત્રીએ વિપક્ષ પર જુઠ્ઠાણા બોલીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે સ્પષ્ટ કર્યું કે સંસદના વર્તમાન સત્રમાં વકફ (સુધારા) બિલ ફરીથી રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે, તેથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેને બાકીના ચાર કાર્યકારી દિવસોમાં રજૂ કરશે. ગયા ચોમાસા સત્ર દરમિયાન ઓગસ્ટ 2024માં આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. 

 

 

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શાહે કહ્યું કે કોઈએ પ્રસ્તાવિત કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે નરેન્દ્રભાઈ  મોદી સરકાર બંધારણના દાયરામાં રહીને વક્ફ કાયદામાં સુધારો કરી રહી છે. તેમણે વિપક્ષ પર જુઠ્ઠાણા બોલીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. આ બિલ કોઈપણ મુસ્લિમના અધિકારોનું ઉલ્લંઘન કરશે નહીં.

 

બિલ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે શાહે કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ કોઈપણ વિવાદને કોર્ટમાં પડકારી શકાય છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે વકફ કાયદામાં એવા નિયમો બનાવ્યા જે બંધારણની ભાવના અનુસાર ન હતા. તેમણે કહ્યું કે અમે વક્ફ બિલને બંધારણના દાયરામાં રાખ્યું છે, જ્યારે કોંગ્રેસે પોતાના રાજકીય લાભ માટે કાયદાને વિકૃત કર્યો છે.

 

અમિત શાહે કહ્યું કે કોઈપણ બિલ બંધારણની ભાવનાથી ઉપર ન હોઈ શકે. અમે તેને એવી રીતે બનાવી રહ્યા છીએ કે તેના નિર્ણયોને કોર્ટમાં પડકારી શકાય. સરકારી આદેશોને પણ કોર્ટમાં પડકારવામાં આવે છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વકફ બોર્ડે દિલ્હીના ૧૨૩ મુખ્ય સ્થળોને વકફ મિલકતો તરીકે જાહેર કર્યા છે અને પ્રયાગરાજમાં આવેલા ઐતિહાસિક ચંદ્રશેખર આઝાદ પાર્ક, જ્યાં આઝાદે પોતાનું બલિદાન આપ્યું હતું, તેને પણ વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

(1:44 PM IST)