<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

જેતપુર ખાતે ગણાત્રા પરિવારના કુળદેવી ભવાની માં અને સુરાપુરા બાપાના મંદિરે ૧રમીએ માતાજીનો હવન

હવનમાં બેસવા ઇચ્‍છુક ભાવિકોએ નામ નોંધાવી દેવા

તસ્‍વીરમાં વિમલભાઇ ભુપતભાઇ ગણાત્રા મો.૯૮૨૫૫૦૧૩૨૧૬, હસમુખભાઇ હિંમતભાઇ ગણાત્રા અને જીજ્ઞેશભાઇ મનસુખભાઇ ગણાત્રા નજરે પડે છે. (૩૬-૪)

રાજકોટઃ જેતપુર મુકામે ગુજરાતની વાડી, રામકિષ્‍નાનગર, ગૌશાળા પાસે આવેલ ગણાત્રા પરિવારના કુળદેવી ભવાનીમાં અને સુરાપુરા બાપાના મંદિરે આગામી ૧ર એપ્રિલે શનિવારે હનુમાન જયંતિના દિવસે શ્રી ભવાની માતાજીના હવનનું આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧ર એપ્રિલ શનિવારે સવાર ૭ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બીડું બપોરે ૧ કલાકે હોમાશે. ત્‍યારબાદ મહાપ્રસાદ રાખેલ છે. 

સમસ્‍ત ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો હવન દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂનમના રોજ નિર્ધારીત કરેલ છે. હવનમાં પુજામાં બેસવા માટે જે કોઇ પરિવારના સભ્‍યોને બેસવાની ઇચ્‍છા હોય, તેઓએ બન્‍ને પતિ-પત્‍નીના નામ વ્‍હેલી તકે ધર્મેન્‍દ્ર કાંતિલાલ ગણાત્રા મો. ૮૭૫૮૦ ૮૮૭૬૯ ને નોંધાવી દેવા હવનનો ડ્રો તા. ૮ એપ્રિલના ઓનલાઇન મીટીંગમાં નિયમ મુજબ કરવામાં આવશે. તેમ જણાવાયું છે. સમસ્‍ત ગણાત્રા પરિવારજનોને હવનનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. (૩૬.૩)

(11:41 AM IST)