<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

કરનાળી નર્મદા નદીમાં સ્નાન કરી પાછા ફરી રહેલા યુવાનની બાઇક ઝાડ સાથે ભટકાતા યુવાનનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પૂરપાટ જતી બાઇક ઝાડ સાથે ભટકાતા બાઇક ચાલકનું ગંભીર ઇજા થતા મોત થયું છે

    પ્રાપ્ત માહિતી અનુસાર શંકરભાઇ સોમાભાઇ બારીયા (રહે આમલીયા (બુજેઠા) તા, તિલકવાડા જી. નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર દીલીપભાઇ શંકરભાઇ બારીયા( ઉ.વ ૩૫)(રહે આમલીયા (બુજેઠા) તા. તિલકવાડા જી. નર્મદા )તેની પેશન પ્રો મોટર સાયકલ નં GJ-22-F-0182 લઈને કરનાળી ગામે નર્મદા નદીમાં નાહવા માટે ગયેલ અને નાહીને પરત ઘરે આવતો હતો. તે વખતે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા તેની મોટર સાયકલ પુરપાટ હંકારી લાવી ટાંકા ગામના બસ સ્ટેશનની નજીકમા આવેલ સમળાના ઝાડ સાથે અથાડી દઈ કપાળાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા તિલકવાડા પોલીસે મૃતક દિલીપ બારીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:09 PM IST)